ધર્મ

આ રીતે દીપ પ્રજ્વલિત કરવાથી ઘરમાંથી થશે નકરાત્મક શક્તિનો નાશ !

Text To Speech

ઘરના મંદિરમાં દીપ પ્રજલીત કરવામાં જો ભૂલ થશે તો થઇ શકે છે નુકશાન. જો આ રીતે દીપ પ્રજ્વલિત કરશો તો તમારી દરેક ઈચ્છા પૂરી થશે. જાણો કેવી રીતે કરશો દીપ પ્રજ્વલિત ?

દીપ પ્રાગટ્યનું મહત્વ :

હિંદુ ધર્મમાં દીપ પ્રાગટ્યનું ખુબ જ મહત્વ છે. જે રીતે દીવાનો પ્રકાશ એક ઓરડાને અજવાળું આપે છે તેમ સાચા નિયમથી કરવામાં આવેલ દીપ પ્રજ્વલિત આપણા જીવનમાં પણ અજવાળું કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સાચા નિયમથી ઘરમાં દીપ પ્રગટાવવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને નેગેટીવ ઉર્જા ઘરથી દુર કરી શકાય છે. જેથી ઘરમાં આનંદભર્યું વાતાવરણ બની રહે છે. પરંતુ જો દીપ પ્રગટાવવામાં ભૂલ થાય તો તેની નકારાત્મક અસર જીવનમાં જોવા મળે છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

કઈ દિશામાં પ્રગટાવશો દીપ ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખોટી દિશામાં દીપ પ્રગટાવવામાં આવે તો ઘરમાં ધન હાની, શારિરીક સમસ્યાઓ તેમજ અન્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દીપ પ્રગટાવવાની સાચી દિશા પશ્ચિમ માનવામાં આવે છે . પશ્ચિમ દિશામાં દીપ પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

આ રીતે દીપ પ્રજ્વલિત કરવાથી ઘરમાંથી થશે નકરાત્મક શક્તિનો નાશ !- humdekhengenews

દીપ પ્રગટાવવા માટે કેવા રાખશો કોડિયા

દીપ પ્રગટાવવા માટે ખંડિત કે તૂટેલા કોડિયામાં દીપ પ્રગટાવવા ન જોઈએ જો આવું કરવામાં આવે તો ઘરમાં નકારત્મક ઉર્જામાં વધારો થતો જોવા મળે છે. ખંડિત કે તૂટેલા કોડિયામાં દીપ પ્રગટાવવાથી લક્ષ્મીજી નારાજ થાય છે. દીપ પ્રગટાવવા માટે નવા કોડિયા અથવા તો અખંડિત કોડિયાનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : ક્યારે છે કાલ ભૈરવ જયંતી જાણો સાચી તારીખ અને તિથિ !

દીપમા કેવી દિવેટનો ઉપયોગ કરવો ?

દિવેટ બનાવતા સમયે હંમેશા ધ્યાન રાખવું, જો ઘીનો દીવો કરવામાં આવે છે તો દીવાની દિવેટ ફૂલેલી રાખવી જોઈએ અને જો તેલનો દીવો કરવામાં આવે છે તો દિવેટ ઉભી અને લાંબી દિવેટનો રાખવી જોઈએ . દીપ પ્રગટાવ્યા પછી દિવેટ ભગવાનની બરાબર સામે રાખવી જોઈએ . દીપક પ્રજ્વલિત કર્યા પછી દિવેટ દક્ષિણ દિશામાં ના રાખવી જોઈએ.

Back to top button