ટ્રેન્ડિંગધર્મ

આ વ્રત કરવાથી જીવન બની જાય છે સુખમયઃ તમામ પાપમાંથી મળે છે મુક્તિ

Text To Speech
  • એક વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે
  • નિર્જળા એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ છે
  • નિર્જળા એકાદશી આ વખતે 31 મેના રોજ આવશે

હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું ખુબ જ મહત્ત્વ છે. તે દરેક મહિનામાં બે વખત પડે છે. તે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં એમ બે વખત પડે છે. વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે. જેઠ મહિનાના સુદ પક્ષમાં પડતી એકાદશીને નિર્જળા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીને તમામ 24 એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશી કરવાનું ફળ મળી જાય છે. આ વ્રત કરવાથી જીવન સુખમય બને છે અને પાપમાંથી મુક્ત થાય છે.

આ એક વ્રતને કરવાથી જીવન બની જાય છે સુખમયઃ તમામ પાપમાંથી મેળે છે મુક્તિ hum dekhenge news

આ વર્ષે 31 મે, 2023ના રોજ નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત દરેક વ્યક્તિએ કરવુ જોઇએ. નિર્જળા એકાદશી વ્રતમાં જળનો પણ ત્યાગ કરવાનો હોય છે. આ વ્રતમાં પાણી પણ પીવામાં આવતુ નથી. વ્રતના પારણા કર્યા બાદ જ તમે પાણી પી શકો છો.

નિર્જળા એકાદશીનું મુહુર્ત

આ એક વ્રતને કરવાથી જીવન બની જાય છે સુખમયઃ તમામ પાપમાંથી મેળે છે મુક્તિ  hum dekhenge news

એકાદશી તિથિ પ્રારંભ

મે 30, 2023ના રોજ રાતે 1.07થી

એકાદશી સ્થિતિ સમાપ્ત

મે 31, 2023ના રોજ રાતે 1.45 વાગ્યે

પારણાનો સમય

1 જુન, 2023 સવારે 5.24થી 8.10 વાગ્યા સુધી

આ પણ વાંચોઃ ફટકડીના આ ઉપાયો અજમાવોઃ ચમકશે કિસ્મત

Back to top button