ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદને IIM થી લઈ ટાગોર હોલ સુધીની વિવિધ ડિઝાઈન આપનાર બી.વી.દોશીનું નિધન

Text To Speech

અમદાવાદ ખાતે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર આર્કિટેક્ટ બી.વી.દોશીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. આ સાથે જ કલા અને સ્થાપત્ય ક્ષેત્રે એક યુગનો અંત આવ્યો છે. ખાસ વાત એ છેકે અમદાવાદમાં તેમણે IIM-A સેપ્ટ યુનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા.

IIM-A by B V Doshi Hum Dekhenge News
અમદાવાદની પ્રખ્યાત IIM-Aની ડિઝાઈન તેમને તૈયાર કરી હતી

બી.વી. દોશીનો જન્મ 1927માં પૂણેમાં થયો હતો. તેમનો પરિવાર ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેમણે જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો તે અગાઉ ચાર વર્ષ સુધી પેરિસમાં કે કોર્બુઝી સાથે વરિષ્ઠ ડિઝાઈનર (1951-55) તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત ભારતમાં પણ ચાર વર્ષ સુધી તેમણે કેટલાક પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા. આ પહેલા બી.વી. દોશીને સ્થાપત્ય ક્ષેત્રનો પ્રિત્ઝર પ્રાઈઝ એવોર્ડ 2018માં એનાયત કરાયો હતો, જે આર્કિટેક્ટ ક્ષેત્રનો મોટો નોબલ પુરસ્કાર મનાય છે. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ હતા.

Amdavad Guffa by B V Doshi Hum Dekhenge News
અમદાવાદ ગુફાની ડિઝાઇન

આ ઉપરાંત બી.વી દોશીએ લુઈ કાહ્ન સાથે સહયોગી તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના અમદાવાદના ભવનનું કામ કર્યું હતું, જેના માટે તેમની ઘણી પ્રશંસા મળી છે. 1976 ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્ય હતો. હંમેશા પોતાના શાંત અને ‘આનંદ કરો’ ના સ્વભાવથી જાણીતા બીવી દોશીએ આજે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધો.

National War memmorial by B V Doshi Hum Dekhenge News
2016માં તૈયાર થયેલ રાષ્ટ્રીય શહીદ સ્મારકની ડિઝાઇન

આ પણ વાંચો :  ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી મળશે 

બીવી દોશીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યું છે

Back to top button