અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

સિમ કાર્ડ ખરીદવું અને વેચવું હવે નહીં રહે સરળ, 1 ડિસેમ્બરથી લાગુ થશે કડક નિયમો

  • ગ્રાહકો માટે પહેલાની જેમ સરળતાથી સિમ કાર્ડ મેળવવું બનશે મુશ્કેલ
  • ડીલરોએ સિમ કાર્ડ વેચવા માટે તેમનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે

નવી દિલ્હી, 28 નવેમ્બર : થોડા વર્ષો પહેલા સુધી, તમે સરળતાથી સિમ કાર્ડ ખરીદી અને વેચી શકતા હતા પરંતુ હવે બધું બદલાઈ રહ્યું છે. ભારતમાં 1 ડિસેમ્બરથી સિમ કાર્ડ વેચવા અને ખરીદવા અંગેના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે ડીલરોએ સિમ કાર્ડ વેચવા માટે તેમનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. એટલું જ નહીં સિમ વેચતા પહેલા રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે ગ્રાહકોને પહેલાની જેમ સરળતાથી સિમ કાર્ડ નહીં મળે. નવા નિયમો ફ્રોડ કોલને રોકવામાં પણ મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં ફ્રોડ કોલ અને સ્પામના મામલા ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેને રોકવા માટે દૂરસંચાર વિભાગે સિમ કાર્ડના વેચાણ અને ખરીદી માટે નવા નિયમો બનાવ્યા છે. આ સંદર્ભે, ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા સપ્ટેમ્બર મહિનામાં બે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા હતા.

સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમો થશે કડક

નવા નિયમ અનુસાર, હવે ટેલિકોમ કંપનીઓએ તેમના સિમ કાર્ડ વેચતી દુકાનો માટે KYC કરાવવું જરૂરી બનશે. જો કંપનીઓ KYC કરાવતી નથી, તો તેમને 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. સિમ કાર્ડના જથ્થાબંધ વેચાણ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે લોકો જથ્થાબંધ સિમ ખરીદી શકતા નથી. બલ્ક સિમ માત્ર કોમર્શિયલ કનેક્શન પર જ ઉપલબ્ધ થશે. જો કે, હવે તમે એક આધાર ID પર નવ સિમ કાર્ડ ખરીદી શકશો. જો કોઈ વ્યક્તિ પોતાનો નંબર સ્વિચ ઓફ કરે છે, તો તે નંબર 90 દિવસ પછી જ અન્ય કોઈને આપવામાં આવશે. હાલના નંબર માટે નવું સિમ કાર્ડ ખરીદતા પહેલા આધાર કાર્ડનું સ્કેનિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે, ચોક્કસપણે ડેમોગ્રાફિક ડેટા પણ રાખવામાં આવશે.

નિયમો ઓક્ટોબર મહિનામાં અમલમાં આવવાના હતા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારત સરકાર 1 ઓક્ટોબરથી સિમ કાર્ડ ખરીદવા માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી હતી. પરંતુ બાદમાં DOTએ તેને 2 મહિના માટે લંબાવ્યું હતું. છેતરપિંડીના વધતા જતા કેસોને રોકવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકાર હવે સિમ ખરીદવા અને વેચવાના નિયમોને કડક રીતે લાગુ કરવાના મોડમાં હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ જાણો : ગુજરાતની ગૃહિણીઓનું બજેટ વઘ્યું, માવઠાથી સિંગતેલના ભાવ વધ્યા

Back to top button