યુટિલીટીવર્લ્ડ

થાઈલેન્ડમાં ખરીદો તમારી જમીન, આ રીતે બની શકશો માલિક….

Text To Speech

થાઈલેન્ડ, આમ તો ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓનું પ્રવાસ માટે પ્રિય ડેસ્ટિનેશન છે. પણ તમે જ વિચારો કે તમારી થાઇલેન્ડમાં જમીન હોય તો? વિચારીને જ ગલગલીયા થવા લાગે એવી આ વાત હકીકત બનતા વાર નહિ લાગે.

સરકારે હળવા કર્યા નિયમો

પ્રવાસન ઉપરાંત થાઈલેન્ડનો એક મહત્વનો બિઝનેસ જમીન-મકાનના રોકાણકારોને આકર્ષવાનો છે. દુનિયાભરમાંથી લોકો થાઈલેન્ડમાં પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. હવે ભારત સહિતના નાગરિકો થાઈલેન્ડમાં વધારે સરળતાથી જમીન લઈ શકે, એ માટે સરકારે નિયમો હળવાં કર્યાં છે. રોકાણ ઉપરાંત થાઈલેન્ડમાં સ્કીલ્ડ વર્કરોની પણ બહુ જરૃરિયાત છે.

આ પણ વાંચો: મલ્ટિ-યર હેલ્થ ઈન્સ્યુરન્સ લેવો જોઈએ કે નહીં?

થાઇલેન્ડ -humdekhengenews

રોકાણ કરનારને અન્ય લાભો પણ મળશે

આ પ્રકારનું રોકાણ કરે તેમને 10 વર્ષ સુધી ટેક્સમાં રાહત આપવા સહિતના લાભો આપવા સરકાર તૈયાર છે. જેમને પણ થાઈલેન્ડમાં રોકાણ કરીને બિઝનેસ વિસ્તારવામાં રસ હોય એમણે embassyofindiabangkok.gov.in દ્વારા થાઈલેન્ડ સરકારનો સંપર્ક કરવો જોઈએ.
થાઈલેન્ડમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં જાય છે. માટે કોઈ ગુજરાતીઓ ત્યાં ઉદ્યોગ-ધંધા શરૃ કરે તો તેની ડિમાન્ડ પણ સતત જળવાઈ રહે.

Back to top button