ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

…પણ આ લોકો ગધેડાને કેમ ગુલાબજાંબુ ખવડાવે છે? જાણો રસપ્રદ ઘટના

  • મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાનો એક અનોખો કિસ્સો બહાર આવ્યો

મંદસૌર, 26 જુલાઇ: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેને સાંભળીને તમારું હસવું રોકાશે નહીં. હકીકતમાં, અહીં ગધેડાને ગુલાબજાંબુ ખવડાવવાનો મામલો બહાર આવ્યો છે. ગધેડાને ગુલાબજાંબુ ખવડાવવા પાછળ એક અનોખું કારણ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો નહતો. જૂની માન્યતાઓ અનુસાર, વરસાદ કરાવવા માટે થોડા દિવસો પહેલા ગધેડા પાસેથી સ્મશાનમાં ખેતી કારવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, ગધેડાઑ પાસેથી ખેતી કરાવ્યા પછી વરસાદ વરસે  છે. આ વખતે પણ એવું જ થયું. વરસાદ આવ્યા પછી, એ જ ગધેડાઓને ફરીથી પકડીને સન્માનિત કરવામાં આવ્યા અને ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા. ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

ગધેડાઓનું સન્માન કરવામાં આવ્યું!

સમગ્ર મામલો મંદસૌર જિલ્લાનો છે. ગધેડાને ગુલાબજાંબુ પાર્ટી આપવાનો અનોખો કિસ્સો અહીં બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ, જુલાઇ માસ બાદ પણ આ વિસ્તારમાં વરસાદ ન પડતાં જૂની માન્યતા મુજબ ગધેડાઓ પાસેથી ખેતી કરવામાં આવી હતી. આ માટે થોડા દિવસો પહેલા સ્મશાન ખેડવા માટે ગધેડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે ખેતરમાં મીઠું અને અડદનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. ગધેડાએ ખેતરો ખેડ્યા પછી, જ્યારે આ વિસ્તારમાં વરસાદ પડ્યો, ત્યારે તેમને પાછા બોલાવીને ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા. માન્યતા મુજબ, આ પહેલા પણ ભગવાન ઈન્દ્રને પ્રસન્ન કરવા માટે આવું કરવામાં આવ્યું છે.

સ્થાનિક લોકોમાં ખુશીની લહેર

આ માન્યતાને અનુસરનારા લોકોનું કહેવું છે કે, મંદસૌરમાં સારો વરસાદ થાય તો ગધેડાને ગુલાબજાંબુ ખવડાવવામાં આવે છે. હવે મંદસૌર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. તેથી આ ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા. એક મોટી થાળીમાં ઘણા બધા ગુલાબજાંબુ રાખવામાં આવ્યા અને બંને ગધેડાને ખવડાવવામાં આવ્યા. માન્યતા મુજબ, સારો વરસાદ મેળવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ કરવામાં આવે છે, આ પણ તેમાંથી એક જ છે. આ વિસ્તારમાં વરસાદના કારણે ગ્રામજનો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ જૂઓ: જો તમે ઘરમાં હોવ અને એકદમ સિંહણ આવી જાય તો! જુઓ ગીરનો વાયરલ થયેલો વીડિયો

Back to top button