- રાજયના ઉદ્યોગમંત્રીને લેખીત રજુઆત કરી
- સામાન્ય રીતે 11 માસનો ભાડા કરાર કરવામાં આવે છે
- 10 વર્ષનો ભાડા કરાર કરવા કોઈ માલિક સહમત થતા નથી
GST રજિસ્ટ્રેશનમાં 10 વર્ષના ભાડા કરાર માંગતા નાના ઉદ્યોગકારો પરેશાન થયા છે. જેમાં સામાન્ય રીતે 11 માસનો ભાડા કરાર કરવામાં આવે છે. તેમજ 10 વર્ષનો ભાડા કરાર કરવા કોઈ માલિક સહમત થતા નથી તેથી રાજયના ઉદ્યોગમંત્રીને લેખીત રજુઆત કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી જેલમાં રહેલા ગેંગસ્ટર અતિક અહેમદની મુશ્કેલીઓ વધી
સામાન્ય રીતે 11 માસનો ભાડા કરાર કરવામાં આવે છે
કેન્દ્ર સરકાર અને રાજય સરકાર નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા અનેક વીધ યોજનાઓ અમલી બનાવી રહી છે. પરંતુ સામે નીયમો જટીલ બનાવાતા ઉદ્યોગકારો પરેશાન છે. ત્યારે GST રજીસ્ટ્રેશનમાં 10 વર્ષનો ભાડા કરાર માંગવામાં આવતા ઉદ્યોગકારોએ રાજયના ઉદ્યોગમંત્રીને લેખીત રજુઆત કરી છે. સરકાર સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી રહી છે. સરળ લોન સહીતની બાબતોમાં ઉદ્યોગકારોને રાહત પણ રહે છે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળના ટેન્ડરમાં રૂ.371 કરોડનું કૌભાંડ
10 વર્ષનો ભાડા કરાર કરવા કોઈ માલીક એગ્રી થતા નથી
પરંતુ તાજેતરમાં GST રજીસ્ટ્રેશનમાં નવા નિયમોના લીધે ઉદ્યોગકારો પરેશાન બની ગયા છે. આથી ઉદ્યોગકારોએ રાજયના ઉદ્યોગમંત્રીને રજુઆત કરી છે. આ રજુઆતમાં જીનતાન એમએસએમઈ ઉદ્યોગનગરના ભરતભાઈ કોઠારી, મોહનભાઈ ચુડાસમા અને નીલેશ કોઠારીએ જણાવ્યુ કે, GST રજીસ્ટ્રેશન માટે સબંધીત ઓથોરીટી દ્વારા 10 વર્ષનો ભાડા કરાર અને તે પણ તાજો માંગવામાં આવે છે. આ ઉપરાંત માલીકીની જગ્યાના આધાર પુરાવા પણ લેવાનો આગ્રહ રખાય છે. જે કોઈપણ માલીક આપતા નથી અને શકય પણ નથી. સામાન્ય રીતે 11 માસનો ભાડા કરાર કરવામાં આવે છે. 10 વર્ષનો ભાડા કરાર કરવા કોઈ માલીક એગ્રી થતા નથી. આથી જુની પધ્ધતી મુજબ ભાડા કરાર લેવામાં આવે તેવી માંગણી કરાઈ છે.