મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી
આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહા શિવરાત્રીનું પર્વ, આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વ્યંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા.
આ વચ્ચે દાદાના દર્શને બપોરે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી પહોંચ્યા હતા. શિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના ખાસ દર્શન અને પૂજન અર્ચન માટે મુકેશ અંબાણી અને તેમની સાથે તેમનો પુત્ર આકાશ પણ દાદાના દર્શને આવ્યો છે.
મહાશિવરાત્રીના પાવન પર્વે દિવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે. હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. તે વચ્ચે અંબાણી પરિવારના સભ્યો પણ પહોંચ્યા છે. આ કોઈ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હોય. આ પહેલા પણ સમયે સમયે અંબાણી પરિવારના સભ્યો દાદાના દર્શને આવતા રહે છે.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મુકેશ અંબાણી પહોંચ્યા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે
સોમનાથ દાદાના દર્શનનો અનેરો લાભ#MukeshAmbani #Gujarat #Mahashivratri2023 #Somnathmahadev #GirSomnath #SomnathMahadev #GujaratiNews #humdekhengenews pic.twitter.com/Xwkh1D0lSk
— Hum Dekhenge News (@humdekhengenews) February 18, 2023
શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને તારીખ 18 ફ્રેબુઆરીના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ પણ વાંચો : મહાશિવરાત્રી પર શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ની ગુંજ, જુઓ વીડિયો