ઈમરાન ખાનનું નિવાસ્થાન જેલમાં ફેરવાયું, બુશરા બીબી હવે 14 વર્ષ સુધી ઘરમાં નજરકેદ
ઈસ્લામાબાદલ (પાકિસ્તાન), 01 ફેબ્રુઆરી: તોશખાના કેસમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને 14 વર્ષની સજા ફટાકારઈ છે. ત્યારે નવાઈની વાત એ છે કે, બુશરા બીબીને પતિ ઈમરાન ખાનના ઈસ્લામાબાદના નિવાસ સ્થાન બની ગાલામાં કેદ કરવામાં આવશે. આ અંગેની જાણકારી પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY Newsએ આપી છે. આ કેસમાં બુશરાએ રાવલપિંડીના અદિલાયા જેલમાં સ્વેચ્છાએ સરેન્ડર કર્યું હતું. ઈસ્લામાબાદના ચીફ કમિશનરે એક નોટિફિકેશન બહાર પાડીને ગુનેગાર બુશરા બીબીના બની ગાલામાં તેમના રહેઠાણને આગામી આદેશ સુધી સબ-જેલ તરીકે જાહેર કર્યું છે.
એક રિપોર્ટ મુજબ ઈસ્લામાબાદના ખાન હાઉસ બનીગાલાને જેલમાં ફેરવી દેતા બુશરા બીબી ને રાહત મળી છે. ARY ન્યૂઝે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, બની ગાલાની અંદર જેલ સ્ટાફ તૈનાત સાથે કડક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. ટૂંકમાં બુશરા બીબીને ઘરમાં નજર કેદ રાખવામાં આવશે. તેમના નિવાસ્થાન બહાર પોલીસ કાફલો તૈનાત કરાશે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે માત્ર સખત કેદની સજા જ નહીં પરંતુ ઈમરાન ખાનને આગામી 10 વર્ષ સુધી કોઈપણ જાહેર હોદ્દો રાખવા માટે અયોગ્ય ઠેરવ્યો હતો. ચુકાદાના ભાગરૂપે દંપતીને અંદાજિત 150 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તોશખાના કેસમાં ઈમરાન અને બુશરાને 14 વર્ષની સજા
31 જાન્યુઆરી 2024ના રોજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં બંનેને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પાકિસ્તાનના જિયો ન્યૂઝના રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી હતી. જેમાં બંનેને કડક સજા ફાટકારાઈ છે. એટલું જ નહીં, આ નિર્ણય હેઠળ ઈમરાન ખાન અને બુશરા બીબી પર 10 વર્ષ સુધી કોઈપણ સરકારી પદ પર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તોશાખાના કેસ: ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા