ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

BSNL Revival Plan: સરકારે મંજુર કર્યા 89047 કરોડ રૂપિયા

Text To Speech
  • BSNL માટે સરકારની મોટી જાહેરાત
  • કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સે મારી મહોર
  • BSNLને 4G-5G સર્વિસ શરુ કરવા માટે આ પેકેજ અપાયુ

સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) માટે આજે સરકારે મોટી જાહેરાત કરી છે. આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ BSNL માટે રૂ. 89047 કરોડના રિવાઇવલ પેકેજને મંજુરી આપી છે. કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સે આજે આ નિર્ણય પર મહોર મારી છે.

શા માટે અપાયુ આ પેકેજ

કેન્દ્ર સરકારે BSNLને 4G-5G સર્વિસ શરુ કરવા માટે આ પેકેજ આપ્યું છે. સરકારનું માનવુ છે કે એક સરકારી ટેલિકોમ કંપનીને પોતાના રાજકીય મહત્ત્વના કારણે વધુ વિકસવાની તક મળવી જોઇએ.

અગાઉ પણ સરકારે કરેલી છે જાહેરાત

વર્ષ 2022માં પણ કેન્દ્ર સરકારે જુલાઇ મહિનામાં BSNLના રિવાઇવલ પેકેજ માટે 1.64 લાખ કરોડ રુપિયાની રકમની જાહેરાત કરી હતી અને તે નફાકારક કંપની બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડને પણ BSNL સાથે વિલય કરવાનો નિર્ણય લીધો હતો. આ વિલયની સાથે BSNLને વધારાના 5.67 લાખ કિલોમીટરનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક મળ્યુ હતુ, જેનો વિસ્તાર લગભગ 1.85 લાખ ગામ પંચાયત સુધી ફેલાયેલો હતો.

આ પણ વાંચોઃ જય શ્રી રામ…હનુમાનજી માટે આ ફિલ્મના શોમાં બુક રખાશે સીટ

Back to top button