ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બસ મુસાફરોએ ચુકવવું પડશે વધું ભાડુ, એસ.ટી નિગમ દ્વારા ભાડામાં કરાયો વધારો

Text To Speech
  • 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસનું ભાડું વધાર્યું.

ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો જાહેર કર્યા છે. આ ભાડા વધારો આગામી દિવસોમાં જો તમે મુસાફરી કરો છો તો તે તમને અસર કરશે. નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેઓને હવે પછી 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે.

કેટલો વધારો કરવામાં આવ્યો?

  • એસટી બસના ભાડામાં 25 ટકાનો કરાયો વધારો.
  • લોકલ બસમાં પ્રતિ કિ.મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા
  • એક્સપ્રેસ બસમાં 68 પૈસાના 85 પૈસા કરાયા
  • નોન એસી સ્વીપર કોચના 62 પૈસાના 77 પૈસા કરાયા

કેમ કરવામાં આવ્યો બસ ટિકિટના ભાડામાં વધારો?

પાછળના દસ વર્ષથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પોતાના ભાડામાં વધારો કર્યો, આ ઉપરાંત તેમણે જે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો સવલતમાં મુક્વામાં આવ્યા છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આવા અનેક નવિન કામોને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પોતાના ભાડામાં વધારો કર્યો છે.

GSRTC-HDNEWS

GSRTC-HDNEWS

GSRTC-HDNEWS

આ પણ વાંચો: અમદાવાદમાં BRTS-AMTSની ટિકિટ થશે એક, ભાડું પણ સરખુ

 

Back to top button