ગુજરાતના યાત્રાળુઓની બસ ગંગોત્રીના માર્ગે પલટી, આઠ યાત્રાળુ ઘાયલ
ઉત્તરાખંડ, 15 મેઃ ઉત્તરાખંડમાં હાલ ચાલી રહેલી ચારધામ યાત્રા દરમિયાન ગંગોત્રીના માર્ગે ગુજરાતના યાત્રાળુઓની એક બસ પલટી ખાઈ જતાં આઠ યાત્રાળુ ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે માર્ગ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતના અમદાવાદ શહેરમાંથી બુધવારે 18 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ગંગોત્રી ધામમાં આવ્યા હતા. અહીં સોનગઢ નજીક તેમના ટ્રાવેલર (HR 55 AR 7404)ની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડ પર પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 18 લોકોમાંથી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને આ અકસ્માતની જાણ કરી હતી. જે બાદ પોલીસ અને SDRF ઉત્તરાખંડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને કોઈ પણ સમય બગાડ્યા વિના તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. તેમજ SDRF દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રાવેલરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં મળી આવેલ કિંમતી અને જરૂરી ચીજવસ્તુઓ જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી.
વાહનમાં મુસાફરી કરતા યાત્રાળુઓનાં નામઃ
વિશાલ પારડિયા (16)
વૈષ્ણવી પારડિયા (20)
ધ્રુતિ પારડિયા (13)
વિશાલ કુમાર વ્યાસ (39)
નેહાબેન વ્યાસ (37)
નમય કુમાર વ્યાસ (10)
ઉષાબેન રાવલ (62)
ગીતાબેન વ્યાસ (59)
અનિલબેન આચાર્ય (52)
મનોજ કુમાર આચાર્ય (52)
અનિલ વ્યાસ (64)
દક્ષ વ્યાસ (55)
મીતા જોષી (59)
દીપક કુમાર જોશી (58)
અવની જોષી (54)
વશિષ્ઠ જોષી (23)
કમલેશ દેવ (64)
અરુણા બેન દેવ (61)