ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીની સભામાં જઈ રહેલા ભાજપના કાર્યકરોની બસને નડ્યો અકસ્માત; 2ના મોત

Text To Speech

રાયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે છત્તીસગઢની રાજધાની રાયપુર જશે. આ પહેલા બિલાસપુર પાસે પીએમ મોદીની સભામાં ભાગ લેવા જઈ રહેલા બીજેપી કાર્યકર્તાઓને લઈ જતી બસ એક ટ્રેલર સાથે અથડાઈ ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. બસમાં ભાજપના કુલ 40 કાર્યકરો સવાર હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ભૂપેશ બઘેલે વળતરની જાહેરાત કરી હતી

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બિલાસપુર નજીક બસ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને છ ઘાયલોની યોગ્ય તબીબી સારવાર માટે નિર્દેશ આપ્યો હતો.

આ તમામ ભાજપના કાર્યકર્તાઓ અંબિકાપુરથી રાયપુર વડાપ્રધાનની સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો મોટાભાગનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ડ્રાઈવર સૂઈ ગયો હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પીએમ રાયપુરમાં રૂ. 7,600 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચશે અને લગભગ 7,600 કરોડ રૂપિયાના દસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે. ગુરુવારે એક અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાનનો કાર્યક્રમ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં સવારે 10:45 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો-U20 Summit: મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા ઐતિહાસિક વારસો નિહાળ્યો

Back to top button