પ્રવાસે જતા શાળાના વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત, 8 થી વધુ ઇજાગ્રસ્ત


બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે.
પ્રવાસે જતા વિદ્યાર્થીઓની બસને નડ્યો અકસ્માત
પ્રાપ્ત જાણકારી મુજબ બનાસકાંઠા જિલ્લાના થરાદના પીલુડા નજીક બાળકોને લઇ સ્કૂલ પ્રવાસે જતી બસને અકસ્માત નડ્યો હતો. બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ બસમાં પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ પલટી ખાઈ જતા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં 8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
8 થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની બસ વિદ્યાર્થીઓને લઇને સૌરાષ્ટ્રના પ્રવાસે જઇ રહી હતી. આ દરમિયાન અચાનક બસ પલટી ખાઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વૈષ્ણવ સંપ્રદાય માટે દુ:ખદ સમાચાર, વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન