SAF સૈનિકોથી ભરેલી બસ કાર સાથે અથડાઈ, 3 જવાનના નિધન; 21 ઘાયલ
ભોપાલ, 6 એપ્રિલ : મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સિસ (SAF)ના જવાનોને લઈ જતી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ જવાનોના નિધન થયા છે, જ્યારે 21 જવાનો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક સૈનિકને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાગપુર મોકલવામાં આવ્યો છે.
કારમાં 5 લોકો સવાર હતા
આ દુર્ઘટના શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યે જિલ્લા મુખ્યાલયથી લગભગ 50 કિલોમીટર દૂર સિવની-મંડલા સ્ટેટ હાઈવે પર ધનગઢ ગામ પાસે થઈ હતી. કેઓલારી પોલીસ સ્ટેશનના પ્રભારી ચૈન સિંહ ઉઇકેએ જણાવ્યું કે રાજ્ય પોલીસની 35મી SAF બટાલિયનના સૈનિકોને મંડલાથી પંધુર્ના (છિંદવાડા) લઈ જતી બસ એક કાર સાથે અથડાઈ હતી. કારમાં ડ્રાઈવર સહિત 5 લોકો સવાર હતા. આ અકસ્માતમાં કારમાં સવાર કન્હૈયા જસવાણી (75), નિકલેશ જસવાણી (45) અને ડ્રાઈવર પુરુષોત્તમ મહોબિયા (37)ના પણ મૃત્યુ થયા હતા. તેમણે જણાવ્યું કે મૃતકો મંડલાના રહેવાસી હતા.
#WATCH | Madhya Pradesh: The bus carrying SF soldiers of the 35th battalion overturned after colliding with a car near Lopa village of Kewalari police station area, Seoni district leaving 3 police personnel dead & 21 injured.
The bus was carrying police personnel for CM duty in… pic.twitter.com/AglQ7VFvjr
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 6, 2024
SAFના 26 જવાનો ઘાયલ
કેઓલારી પોલીસ સ્ટેશનના પ્રભારી ચૈન સિંહ ઉઇકેએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ અન્ય બે કાર સવારોને કેઓલારી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે કારમાં સવાર લોકો નાગપુરથી હોસ્પિટલ સંબંધિત કોઈ કામ કરીને પરત ફરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે દુર્ઘટના બાદ SAF સૈનિકોને લઈને જઈ રહેલી બસ પલટી ગઈ. તેમણે કહ્યું કે કુલ 21 SAF સૈનિકો ઘાયલ થયા છે અને તેમને કેવલારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમાંથી એકને ગંભીર ઈજા થઈ છે અને તેને નાગપુર રિફર કરવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.