જમ્મુના અખનૂરમાં બસ ઊંડી ખાઈમાં પડી, 7ના મૃત્યુ, 30થી વધુ ઘાયલ
- જમ્મુ-કાશ્મીરમાં થયો એક મોટો માર્ગ અકસ્માત
- મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી, અકસ્માતનો ભોગ બનેલા 25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર
અખનૂર, 30 મે: જમ્મુ-કાશ્મીરમાંથી મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. હાલમાં 7 મુસાફરોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. આ તમામ હાથરસ (ઉત્તર પ્રદેશ)ના હતા. અકસ્માતના સમાચાર મળતા જ રાહત અને બચાવ ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ઊંડી ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્રનો સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
બસ ઊંડી ખાઈમાં પડી, જૂઓ વીડિયો:
J&K : एक यात्री बस खाई में गिरी। बस में 50 से ज्यादा यात्री सवार थे। कई यात्रियों के हताहत होने की सूचना। ये हादसा अखनूर के पास हुआ है। pic.twitter.com/V18H09XZYW
— Sachin Gupta (@SachinGuptaUP) May 30, 2024
મળતી માહિતી મુજબ, જમ્મુ-પૂંચ નેશનલ હાઈવે (144A) પર અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક પેસેન્જર બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુની આશંકા છે. આ ભયાનક બસ અકસ્માતમાં ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘાયલોને અખનૂર ઉપજિલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાંથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા.
પ્રાથમિક માહિતી મુજબ ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. એસડીએમ અખનૂર લેખરાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો: નોઈડામાં મોટો અકસ્માત, હાઈરાઈઝ સોસાયટીમાં ACમાં થયો બ્લાસ્ટ અને પછી શું થયું જાણો