યુપીમાં 40 મુસાફરોથી ભરેલી બસ ફસાઈ, રેસ્ક્યૂ ટીંમ બચાવ કામગીરીમાં લાગી
- દેશની રાજધાનીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. તેમજ પહાડી વિસ્તારમાં ભારે વરસાદથી લોકોને ચેતવણી આપવામાં આવી છે.
Weather Update: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પાણીના સ્તરનો પારો ઊંચકાયો છે. મુંબઈ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદએ તબાહી મચાવી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ટ્રેનો રદ કરવામાં આવી છે અને સમગ્ર મહારાષ્ટ્રની શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાનની સ્થિતિ ખરાબ રહેવાનું અનુમાન છે.
યુપીના બિજનૌરમાં મુસાફરોથી ભરેલી બસ ફસાઈ ગઈ:
ઉત્તરકાશી અને કારગીલમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે. આ ઉપરાંત યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન જોવા મળ્યું છે, જેની સાથે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ સાથે જ યુપીમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના બિજનૌર જિલ્લાના મંડાવલીમાં હાલમાં કોતવાલી નદીમાં ઉછાળો જોવા મળ્યો છે. જેની સાથે જ પાણીનું સ્તર વધવાને કારણે એક બસ પાણીમાં ફસાઈ ગઈ છે. જેમાં 40 જેટલા મુસાફરો હતા અને તમામને જેસીબીની મદદથી કુશળતા રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નવસારીમાં આભ ફાટ્યું ! 6 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ:
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના પહાડી રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે અને આગામી ત્રણ દિવસ સુધી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. હિમાચલ પ્રદેશમાં 25 જુલાઈ સુધી વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી. આગામી 24 કલાકમાં દહેરાદૂન, ઉત્તરકાશી, ટીહરી, પૌરી અને નૈનીતાલમાં અલગ-અલગ સ્થળોએ તોફાન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરના પહાડી રાજ્યમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને ખોલવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ફરી પૂરનો ખતરો, હથિની કુંડ બેરેજમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું