ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલ

ઉત્તરપ્રદેશના બદાયુંમાં સ્કૂલ વાન સાથે બસ અથડાઇ, 2 બાળકો સહિત 3નાં મૃત્યુ

Text To Speech
  • ડ્રાઈવર અને 2 બાળકોના મૃત્યુ, અનેક ઘાયલ
  • અકસ્માત થવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે

લખનઉ, 30 ઑક્ટોબરઃ ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં સોમવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. જેમાં સ્કૂલ બસ અને વાન એકબીજા સાથે અથડાઈ છે. આ અકસ્માતમાં બે સ્કૂલના બાળકો અને એક ડ્રાઈવરના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે એક ડઝનથી વધુ બાળકો પણ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જ્યાં સારવાર દરમિયાન બે બાળકોના મૃત્યુ થયું હતું. મૃત્યુઆંક વધવાની પણ આશંકા રહેલી છે.  કયા કારણોસર અકસ્માત સર્જાયો તે હજુસુધી જાણી શકાયું નથી.

પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ

બીજી તરફ અકસ્માતની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર બાળકોને મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટના અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ડી.એમ. મનોજ કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડી.એમ.એ હોસ્પિટલ પ્રશાસનને ઘાયલોની સારી સારવાર માટે નિર્દેશ આપ્યો છે. આ અકસ્માતમાં મૃતક વાન ડ્રાઈવરની પુત્રીનું પણ મૃત્યુ થયું છે. અકસ્માત સમયે તે સ્કૂલ વાનમાં મુસાફરી કરી રહી હતી.

2 બાળકો અને ડ્રાઈવર સહિત કુલ 5ના મૃત્યુ

મળતી માહિતી મુજબ, બંને વાહનો (બસ અને વાન) શાળાએ જઈ રહ્યા હતા. તેમના ડ્રાઇવરો પોતપોતાના વિસ્તારોમાંથી બાળકોને માયુન નગરમાં આવેલી SRPS અંગ્રેજી માધ્યમની શાળામાં લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ ઉસવા પોલીસ સ્ટેશન વિસ્તારના માયુન-નબીગંજ રોડ પર બંને સ્કૂલ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેના કારણે વાન ચાલક અને એક બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અકસ્માતમાં 20 જેટલા બાળકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર કરાયો

Back to top button