Australiaમાં જાનૈયાઓને લઈને જતી બસ પલટી, 10 લોકોના મોત
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના હન્ટર વેલી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે લગ્નના મહેમાનોને લઈ જતી બસ પલટી જતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 11 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગ્રેટામાં હન્ટર એક્સપ્રેસ વે ઓફ-રેમ્પ નજીક વાઇન કંટ્રી ડ્રાઇવ પર અકસ્માતના સ્થળે ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક પહોંચાડી દેવામાં આવી હતી.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, ઘટનામાં 10 લોકોના મોત થયાનું પોલીસે જણાવ્યુ હતુ અને ઘાયલ 11 લોકોને હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હવાઈ અને સડક માર્ગે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
આ સિવાય આ ઘટનામાં કુલ 18 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બસ પલટી જવાની માહિતીને પગલે 11:30 વાગ્યા (AUSનો સ્થાનિક સમય) પછી તરત જ ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ન્યુ ઈંગ્લેન્ડ હાઈવે અને હંટલીમાં બ્રિજ સ્ટ્રીટ રાઉન્ડઅબાઉટ વચ્ચે બંને દિશામાં વાઈન કંટ્રી ડ્રાઈવને બંધ કરીને મોટા પાયે ઈમરજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બસ ડ્રાઈવરને મેડિકલ ચેકઅપ માટે ખસેડાયો
અહેવાલો અનુસાર, બસના ડ્રાઈવરને ફરજિયાતપણે મેડિકલ ચેકઅપ માટે પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો ચાલકે કોઈ નશીલા પદાર્થનું સેવન કર્યાનું મેડિકલ રિપોર્ટમાં ખુલશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ઇજાગ્રસ્ત પીડિતોને સડક માર્ગે અને હવાઈ માર્ગે હંટર વૈલીની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં ન્યૂ લેમ્બટન હાઈટ્સની જ્હોન હન્ટર હોસ્પિટલ અને વારતાહમાં મેટર હોસ્પિટલનો સમાવેશ થાય છે.
ક્રાઇમ સીન બનાવવામાં આવ્યો છે, જેનું સોમવારે આજે નિષ્ણાત ફોરેન્સિક પોલીસ અને ક્રેશ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે.
મેયર ‘જય સુવાલે’ દુ:ખ વ્યક્ત કર્યુ
સિડની મોર્નિંગ હેરાલ્ડે અહેવાલ આપ્યો કે સેસનોકના મેયર જય સુવાલે બસ અકસ્માતના સમાચારને દુ:ખદને ભયાનક ગણાવ્યો. તેમણે ઉમેર્યું હતું કે ‘મારા અકસ્માતમાં ભોગ બનેલ લોકો સાથે છે.
તમને જણાવી દઈએ કે હન્ટર વેલી એ ઓસ્ટ્રેલિયાનુ મુખ્ય લગ્ન અને પ્રવાસન સ્થળ છે અને તેથી રાજ્ય અને દેશભરમાંથી લોકો અહીં આવે છે.
આ પણ વાંચો: જાપાનના ટોક્યોમાં ટકરાયા 2 પેસેન્જર પ્લેન! 400 મુસાફરો હતા સવાર