નેશનલ

શિરડી જતાં નાસિક નજીક બસનો અકસ્માત : 10 લોકોના મોત, 35 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Text To Speech

તહેવારો અને ઠંડીની વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. સાંઇ બાબાના ભક્તોને લઇને જતી બસ ટ્રક સાથે અથડાતાં 10 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. નાસિક પોલીસે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. આ દુર્ઘટના નાસિક-અહેમદનગર રોડ પર સર્જાઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.

in Nasik Bus accident Hum Dekhenge News

આ અંગે માહિતી અનુસાર, બદલાપુર અને તેની આસપાસના વિસ્તારમાં એક પ્રાઇવેટ બસ શ્રદ્ધાળુઓને શિરડીમાં સાઇબાબાના દર્શન કરાવવા માટે લઇ જઇ રહી હતી. આ દૂર્ઘટનામાં 12 મુસાફર ઘાયલ થયા છે જેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે. મૃતકોમાં છ મહિલા અને બે બાળક અને બે પુરૂષ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માત મુંબઈથી લગભગ 180 કિમી દૂર નાસિકના સિન્નર તહસીલના પથારે શિવર પાસે સવારે 7 વાગ્યાની આસપાસ થયો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર મુસાફરો થાણે જિલ્લાના અંબરનાથના રહેવાસી હતા. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, તેમણે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને સરકારી ખર્ચ પર જરૂરી સારવાર પુરી પાડવાના આદેશ આપ્યા છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ મુખ્યમંત્રીએ નાસિકના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી અને વિસ્તૃત જાણકારી મેળવી હતી. મહત્વપૂર્ણ છે કે બસમાં 45 લોકો સવાર હતા.

આ પણ વાંચો : વારણસીમાં આજે ગંગા વિલાસ ક્રૂઝને વડાપ્રધાન મોદી કરાવશે પ્રસ્થાન, જાણો શું છે વિશેષતા

Back to top button