દિવાળી આવતા જ ફટાકડાનો અવાજ સંભળાવા લાગે છે, નવા કપડા, મિઠાઈઓની સાથે લોકો દિવાળીની ઉજવણી કરવા ફટાકડા ખરીદતા હોય છે. પરંતુ આ દરમિયાન રાજ્ય સરકારે ફટાકડાથી થતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કમર કસી છે અને કેટલાક રાજ્યોએ તો દિવાળી પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. પણ ગ્રીન ફટાકડા ફોડવા માટે જ પરવાનગી આપવામાં આવી છે. તો શુ છે આ ગ્રીન ફટાકડા અને કેમ તેને જ ફોડવાની સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી છે.
ઈ-ક્રેકર્સ શું છે
દિવાળીમાં હાનિકારક અને પ્રદૂષણ ફેલાવતા ફટાકડાની જગ્યાએ ઘણા રાજ્યોએ ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપી છે અને લોકોમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ગ્રીન ફટાકડા પણ પ્રદૂષણ ફેલાવે છે તેમજ તેમાં કેટલાક ખરાબ કેમીકલ પણ હોયો છે પણ તેની જગ્યાએ ઈ- ફટાકડાને મહત્વ આપવામાં આવી રહ્યુ છે તો શું તમે જાણો છો કે ઈ ફટાકડા શું છે અને તે નોર્મલ અને ગ્રીન ફટાકડાથી કેવી રીતે અલગ છે?
ગ્રીન ફટાકડા 40 થી 50 ટકા પ્રદૂષણ ફેલાવે છે
ઈ- ફટાકડા એ ગ્રીન ફટાકડા અને નોર્મલ ફટાકડા જેવા જ છે, પરંતુ જ્યારે તેને સળગાવવામાં આવે છે,ત્યારે તેના કારણે સહેજ પણ પ્રદૂષણ થતું નથી જ્યારે, નોર્મલ ફટાકડા ઘણું પ્રદૂષણ ફેલાવે છે તેમજ ગ્રીન ફટાકડા 40 થી 50 ટકા પ્રદૂષણ ફેલાવે છે. ત્યારે ઈ-ફટાકડા એ રિમોટ દ્વારા ફોડાતા ફટાકડા છે. એટલે કે રિમોટનું બટન દબાવો એટલે ફટાકડા બળી જશે. ભારતમાં પ્રથમ વખત ઈ-લાડી, ઈ-દાડમ, ઈ-સ્પાર્કલ ફટાકડા તૈયાર કરવામાં આવ્યા છે. સામાન્ય ફટાકડા અથવા લીલા ફટાકડાની જેમ, આ ફટાકડા પણ અવાજ કરે છે, રંગબેરંગી લાઇટ્સ ફેલાવે છે.
પ્રોજેક્ટ પર 80 ટકા મહિલાઓ કરે છે કામ
ઈ-ફટાકડામાં ધુમાડો હોતો નથી અને PM2.5 પણ બહાર આવતો નથી. આ ફટાકડા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) અને નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ પર 80 ટકા મહિલાઓએ કામ કર્યું છે. ઈ-ફટાકડાની ડિઝાઈન, મોડલ, માળખું અને રાસાયણિક ઘટકો તમામ મહિલા વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈ-ક્રેકર્સ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રોસ્ટેટિક ડિસ્ચાર્જના સિદ્ધાંત પર કામ કરે છે. તેના દ્વારા લાઇટ કે સાઉન્ડ ઇફેક્ટ થાય છે. હાલમાં ઈ-ક્રેકર્સનો પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ
આપણે વિચારીએ છે કે ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ નહીં થાય. પરંતુ નિષ્ણાતો માને છે કે જે રીતે સામાન્ય ફટાકડા અવાજ અને વાયુ પ્રદૂષણનું કારણ બને છે તે જ રીતે ગ્રીન ફટાકડા પણ અવાજ અને વાયુ પ્રદૂષણનું કારણ બને છે. ગ્રીન ફટાકડામાં ખતરનાક રસાયણો પણ હોય છે અને તે પણ એટલા જ હાનિકારક હોય છે. ફરક માત્ર એટલો છે કે લીલા ફટાકડા નિયમિત ફટાકડા કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. જેને ધ્યાનમાં રાખીને, આ વખતે દિલ્હીમાં 1 જાન્યુઆરી, 2023 સુધી ગ્રીન ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
આ પણ વાંચો; આ વર્ષે ફટાકડામાં 40 ટકા જેટલો ભાવવધારો : ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર, જ્યારે વેપારીઓમાં ખુશીની લહેર