ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબમાં ફરી પરાળી સળગાવવાનું શરૂ, દિલ્હી પ્રદૂષણમાં ગુંગળાશે

  • દિલ્હીની હવાની ગુણવત્તા બગડવાની શક્યતા
  • પંજાબના ખેડૂતોએ પરાળી સળગાવવાનું કર્યું શરૂ
  • પરાળી માટે રૂ.૬૦૦૦ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ

દિલ્હીની હવાની ગુણવત્તા ફરી બગડવાની શક્યતા છે. જેનું કારણ પંજાબના ખેડૂતો દ્વારા સળગાવવામાં આવી રહેલી પરાળી છે. પંજાબના કેટલાક ગામોમાં પરાળી સળગાવવાની ઘટનાઓ શરૂ થઈ છે. અમૃતસરના અટારી ગામમાં શનિવારે(30 સપ્ટેમ્બરે) ખેડૂત દ્વારા પરાળી સળગાવવામાં આવી છે. જ્યારે શુક્રવારે ( 29 સપ્ટેમ્બરે) ગેહરી મંડી ગામમાં પણ ખેડૂત દ્વારા પરાળી સળગાવવામાં આવી હતી.

ખેતરમાં પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતે શું કહ્યું ?
ખેતરમાં પરાળી સળગાવવા પર સ્થાનિક ખેડૂતે કહ્યું કે, “અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અમારી માંગ છે કે 6,000 રૂપિયા પરાળી માટે આપવામાં આવે. અમને પરાળી સળગાવવામાં કોઈ રસ નથી; તે એક મજબૂરી છે”

પરાળી સળગાવવાનું શરૂ થતા દિલ્હીની હવાની ગુણવત્તા બગડવાની સંભાવના
પંજાબના ખેડૂતો દ્વારા પરાળી બાળવાનો દિલ્હીના પ્રદુષણ સંકટમાં ફાળો રહેલો છે. જેમાં પંજાબના અમૃતસરના અટારી અને ગેહરી મંડી ગામમાં પરાળી સળગાવવાનું શરૂ કરી દેવામાં આવતા ફરી દિલ્હીની હવાની ગુણવત્તા બગડવાની સંભાવના રહેલી છે. દર વર્ષે શિયાળામાં દિલ્હીના લોકોને ગૂંગળામણભરી હવામાં શ્વાસ લેવાની ફરજ પડે છે. દિલ્હી સરકારે આ વર્ષે પણ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, પડોશી ગુરુગ્રામમાં બે કલાક માટે ગ્રીન ફટાકડા સળગાવવાની પરવાનગી હશે. પંજાબ અને હરિયાણાની સરકારો પણ પરાળી સળગાવવાને રોકવા માટે પગલાં લઈ રહી છે. ત્રણેય રાજ્યોની સરકારો મળીને દિલ્હી-એનસીઆરને ધુમ્મસથી બચાવી શકશે કે કેમ તે જોવું રહ્યું..

પરાળી સળગાવવા વિશે શું કહ્યું દિલ્હી CM કેજરીવાલે ?

દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે શુક્રવારે(29 સપ્ટેમ્બરે) કહ્યું કે, પંજાબ સરકાર પણ ખેડૂતોને ડાંગર સિવાયના અન્ય પાકો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા સહિત પરાળી બાળવાને ઘટાડવા માટે ઘણા પગલાં લઈ રહી છે. આ વર્ષે પંજાબના CM ભગવંત માન ઘણા પગલાં ભર્યા છે. જેમાંથી એક છે પાકોનું વૈવિધ્યકરણ – ડાંગરને બદલે અન્ય પાકો ઉગાડો. આનાથી પાણીની બચત થશે અને  પરાળી બર્નિંગ ઓછું થશે. બીજું, ડાંગરની જાતો – ટૂંકા ગાળાની જાતો ઓછી પરાળી ધરાવે છે અને તેને બાળવાની જરૂર નથી…

આ પણ જુઓ: ધ વેક્સિન વૉરઃ વિજ્ઞાનીઓનો સંઘર્ષ દર્શાવતી ફિલ્મ ડબ્બો થઈ જશે?

Back to top button