રશિયાના પ્રમુખ પુતિનનું ઘર બળીને રાખ, શું યુક્રેને કર્યું આ પરાક્રમ?
- અલ્તાઈમાં આવેલા ઘરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિન ઔષધીય સ્નાન કરવા માટે જાય છે
મોસ્કો, 31 મે: રશિયાના અલ્તાઈમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનનું ઘર બળીને રાખ થઈ ગયું છે. રશિયન મીડિયા અનુસાર, અલ્તાઇમાં પુતિનના આવાસમાં આગ લાગી છે. રશિયન ટેલિગ્રામ ચેનલે અહેવાલ આપ્યો છે કે, અલ્તાઇ રિપબ્લિકના ઓન્ગુડેસ્કી જિલ્લામાં ક્રેમલિનના શાસક વ્લાદિમીર પુતિનનું નિવાસસ્થાન ધરાવતું એક બિલ્ડિંગ લગભગ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પુતિન અહીં મેડિસિનલ બાથ(ઔષધીય સ્નાન) કરવા માટે આવતા હતા. પુતિનના ઘર પર યુક્રેનિયન સૈન્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે આગનું બીજું કોઈ રહસ્યમય કારણ છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.
🚨Update: Sabotage!! Ukraine just blew up Putin’s house!! Putin’s residence in the Altai Republic is on fire! pic.twitter.com/Cp1BSG7EEs
— US Civil Defense News (@CaptCoronado) May 30, 2024
પુતિનના નિવાસસ્થાનની સળગતી તસવીરો રશિયન મીડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. તસવીરોનું વિશ્લેષણ કર્યા પછી, પત્રકારોને જાણવા મળ્યું કે અલ્તાઇ રેસિડેન્સના વિસ્તારમાં એક ઇમારત બળી ગઈ હતી. સત્તાવાર રીતે, આ અલ્તાઇ યાર્ડ સેનેટોરિયમ અને રિસોર્ટ સંકુલ છે, જે ગઝપ્રોમની માલિકીનું છે, જ્યાં રશિયન પ્રમુખ ઔષધીય સ્નાન માટે આવે છે, પરંતુ તે સામાન્ય રશિયનો માટે બંધ છે.
33 મિલિયન US ડોલરથી વધુના ખર્ચે બનેલું ઘર સળગી ગયું
પુતિનનું આ ઘર 33 મિલિયન યુએસ ડોલરથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. અલ્તાઇ રિપબ્લિકના ઓન્ગુડેસ્કી જિલ્લામાં વર્ગીકૃત બાંધકામ પ્રોજેક્ટ વિશેની માહિતી 2010માં બહાર આવી હતી. આ પછી આના પર થયેલા ખર્ચની વિગતો બહાર આવી. સ્થાનિક વિપક્ષના લોકોએ વારંવાર દાવો કર્યો છે કે, આ ઘર પુતિન સાથે સંબંધિત છે. કોઈપણ સામાન્ય રશિયનને અહીં આવવાની મનાઈ છે. રશિયન મીડિયાએ એવો પણ દાવો કર્યો છે કે, સંકુલમાં મરાલ હરણના શિંગડા કાઢવા માટે નાના હોલ્ડિંગ સાથે એક ખાસ ફાર્મનો સમાવેશ થાય છે.
આ ઘરનો ઉપયોગ પુતિન સ્નાન કરવા માટે કરતા હતા. જે તેમનું ઔષધીય સ્નાન છે. એપ્રિલ 2022માં સંશોધનાત્મક પત્રકારોએ અહેવાલ આપ્યો કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને પ્રવાસ દરમિયાન દસ ડોકટરો દ્વારા જાણકારી આપવામાં આવે છે, જ્યારે તેઓ પોતે બિનપરંપરાગત(ઔષધીય) દવાઓમાં રસ ધરાવે છે – જેમ કે હરણના શિંગડાના અર્કનો ઉપયોગ કરીને સ્નાન કરવું અને તેના જેવા અન્ય ઉપચારો.
આ પણ જુઓ: ઈલેક્ટ્રિક વાહનો ફોન કરતાં વધુ ઝડપે ચાર્જ થશે! ભારતીય મૂળના વિજ્ઞાનીએ શોધી નવી ટેક્નોલોજી