ટોપ ન્યૂઝનેશનલ

કબાટમાંથી બંકર! કાશ્મીરી આતંકીઓની ગાઝા જેવી મોડસ ઓપરેન્ડીઃ જૂઓ વીડિયો

Text To Speech
  • શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં છ આતંકીઓ ઠાર મરાયા હતા, બે જવાન શહીદ થયા હતા
  • આતંકવાદીઓને છુપાવવામાં સ્થાનિક લોકોનો પણ હાથ હતો કે કેમ ? તે અંગે તપાસ શરુ

કાશ્મીર, 08 જુલાઈ : જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા અને બે જવાન શહીદ થયા હતા. મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ગઈકાલે ચિન્નીગામમાં ચાર આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આતંકીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત સેનાના બે જવાન શહીદ થયા છે.

આ પણ વાંચો : સંદેશખલી કેસમાં મમતા સરકારને SCનો આંચકો: CBI તપાસ ચાલુ રહેશે

એક કબાટમાં બંકર બનાવીને છુપાયા હતા આતંકીઓ

દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે ચારેય આતંકીઓ ચિન્નીગામમાં એક કબાટમાં બંકર બનાવીને તેમાં છુપાયા હતા. હવે સુરક્ષા દળો અને એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આતંકવાદીઓને છુપાવવામાં સ્થાનિક લોકોનો પણ હાથ હતો કે કેમ ? સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કબાટમાંથી પ્રવેશવાનો રસ્તો હતો અને અંદર એક સંપૂર્ણ બંકર બનાવવામાં આવ્યું હતું. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સુરક્ષા દળો બંકરની તપાસ કરી રહ્યા છે. આ ઘર સ્થાનિક રહેવાસીનું છે. ઘરના એક રૂમમાં કપડા છે. કપડાના ડ્રોઅરને બહાર કાઢતા ખબર પડી કે તેની પાછળ કોંક્રીટનું બંકર બનાવવામાં આવ્યું છે.

જૂઓ અહીં વીડિયો-

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ચિન્નીગામમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ યાવર બશીર ડાર, ઝાહિદ અહેમદ ડાર, તૌહીદ અહેમદ રાથેર અને શકીલ અહવાની તરીકે થઈ છે. મોદરગામમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ ફૈઝલ અને આદિલ તરીકે થઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર સાઇટ્સ કુલગામના અંદરના ભાગમાં હતી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગથી દૂર હતી. પોલીસ અને અન્ય એજન્સીઓ કડક તકેદારી રાખી રહી છે. આ સફળતા તેનું પરિણામ છે.”

આ પણ વાંચો : ઝારખંડ: સીએમ હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો, જાણો કેટલા ધારાસભ્યોએ આપ્યું સમર્થન?

Back to top button