અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જૂઠડાઓની ટોળકી, સાંભળો!! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોને આવું કહ્યું?

Text To Speech

ગાંધીનગર, 15 સપ્ટેમ્બર, 2024: રાજ્યના સૌથી યુવાન મંત્રી હર્ષ સંઘવી વિરોધીઓને તેમજ અસામાજિક તત્વોને અલગ રીતે જવાબ આપવા માટે જાણીતા છે. બે દિવસ પહેલાં હર્ષ સંઘવીએ સુરતમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરનાર રાષ્ટ્રવિરોધી તત્વોને કહ્યું હતું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે તેમણે અન્ય એક ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસને જવાબ આપ્યો છે.

ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ એક ટ્વિટ કરીને વિરોધીઓને જવાબ આપ્યો છે. તેમણે વિરોધીઓને જૂઠડાઓની ગેંગ ગણાવ્યા છે અને અલગ અંદાજમાં જવાબ આપ્યો છે. 13મી સપ્ટેમ્બરે મોડી રાત્રે કરેલા આ ટ્વિટમાં તેમણે અમદાવાદના હાટકેશ્વર પુલના નિર્માણ અને તોડવાના ખર્ચ બાબતે જવાબ આપ્યો છે. મંત્રીએ લખ્યું છે કે, જૂઠાડાઓની ગેંગ કોંગ્રેસ દાવો કરે છે કે સરકાર અમદાવાદમાં હાટકેશ્વર પુલ તોડવા પાછળ રૂપિયા 52 કરોડનો ખર્ચ કરશે. આ દાવો ગેરમાર્ગે દોરનારો છે. હકીકત એ છે કે, રૂપિયા 52 કરોડ એ જૂના પુલને તોડવાનો અને નવો બ્રિજ બનાવવા માટેનો સંયુક્ત ખર્ચ છે. નવો પુલ બનાવવા માટેની રકમ એ કોન્ટ્રેક્ટર પાસેથી લેવામાં આવશે જેણે અગાઉનો પુલ બનાવ્યો હતો.

વાસ્તવમાં મંત્રીએ કોંગ્રેસના એક ટ્વિટને રિટ્વિટ કરીને આ જવાબ આપ્યો છે, જેમાં કોંગ્રેસે ગ્રાફિક દ્વારા હાટકેશ્વર બ્રિજ વિવાદની મજાક ઉડાવી છે.

આ પણ વાંચોઃ વાહ રે વિકાસ ! 42 કરોડમાં બનેલો બ્રિજ, હવે 52 કરોડમાં તોડી પાડવામાં આવશે, જાણો આખો મામલો

Back to top button