ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આદિવાસી જિલ્લાઓમાં બમ્પર મતદાન, સમજો-ભાજપને નફો કે નુકસાન?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં, સૌરાષ્ટ્ર-કચ્છના 19 જિલ્લાઓ સહિત રાજ્યના દક્ષિણ પ્રદેશોની કુલ 89 બેઠકો પર ગુરુવારે (1 ડિસેમ્બર) 63.14 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના ડેટા પ્રમાણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં, એ જ 89 મતવિસ્તારોમાં પ્રથમ તબક્કામાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું, એટલે કે પાંચ વર્ષમાં ત્રણ ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું નથી. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણ એકસરખા, જાણો શું છે કારણ

ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ તાપીમાં 76.91 ટકા મતદાન થયું હતું. પંચે જણાવ્યું કે નવસારીમાં 71.06 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે તેના અંતિમ આંકડામાં જણાવ્યું છે કે બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું છે. અને અમરેલીમાં 57.59 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જામનગરના ધરાફા, નર્મદાના સામોત અને ભરૂચ જિલ્લાના કેસર સહિત ત્રણ ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

છ જિલ્લાઓમાં 60 ટકાથી ઓછું મતદાન

માહિતી પ્રમાણે 10 જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે અન્ય છ જિલ્લાઓમાં 60 ટકાથી ઓછું મતદાન નોંધાયું હતું. સુરતમાં 62.27 ટકા અને રાજકોટમાં 60.45 ટકા મતદાન થયું હતું. 2017માં ચૂંટણીના બંને તબક્કામાં કુલ 68.41 ટકા મતદાન થયું હતું. 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ભાજપ સૌથી મોટો પક્ષ

2017ની ચૂંટણીમાં, આ 89 બેઠકોમાંથી, ભારતીય જનતા પાર્ટી 48, કોંગ્રેસ 40, જ્યારે એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી હતી. રાજ્યમાં 27 વર્ષ સુધી શાસન કરનાર ભાજપ સતત સાતમી વખત સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. જો તે સફળ થાય છે, તો તે 2011 સુધી સતત સાત વખત પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાના ડાબેરી મોરચાની સરકારના રેકોર્ડની બરાબરી કરશે. ભાજપ, કોંગ્રેસ અને AAP ઉપરાંત, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી સહિત 36 અન્ય રાજકીય પક્ષોએ પણ વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

bjp_vs_congress
bjp_vs_congress

આ પણ વાંચો: સુરતમાં AAP-BJPમાં ચિંતા, મતદાનની પેટર્ન જાણવા રાજકીય પક્ષોમાં મથામણ

2017માં પ્રદર્શન કેવું રહ્યું?

નર્મદા જિલ્લામાં જ્યાં સૌથી વધુ મતદાન થયું છે ત્યાં વિધાનસભાની બે બેઠકો છે. 2017માં, એક સીટ કોંગ્રેસે જીતી હતી અને બીજી તેના તત્કાલીન સહયોગી ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ જીતી હતી. તેવી જ રીતે તાપી જિલ્લાની બે બેઠકો પૈકી બંને બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો છે. 2017માં કોંગ્રેસે તમામ પર જીત મેળવી હતી. અહીં માત્ર 59 ટકા મતદાન થયું છે.

congress
congress

વધુ કે ઓછા મતદાનનો અર્થ શું છે?

એવું માનવામાં આવે છે કે જ્યારે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે છે, ત્યારે તેને સરકાર વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી તરીકે જોવામાં આવે છે, પરંતુ ઓછી મતદાન ટકાવારી સરકારની કામગીરીથી સંતોષનું કારણ છે. 2017માં, કોંગ્રેસે લગભગ 42 ટકા વોટ શેર સાથે આ 89માંથી 38 સીટો જીતી હતી, જ્યારે ભાજપે 49 ટકા વોટ શેર સાથે 48 સીટો જીતી હતી.

Back to top button