ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

મોબીક્વિક અને વિશાલ મેગા માર્ટના IPOનું ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો માલામાલ!

Text To Speech

મુંબઈ, તા, 18 ડિસેમ્બર, 2024: ભારતીય શેરબજારમાં આજે બે આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. જેનાથી રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો. આ બંને આઈપીઓ જેમને લાગ્યા હતા તેમની રોકાણની રકમમાં 50 ટકા વધારો થયો હતો. શેરબજારમાં એન્ટ્રીના પ્રથમ દિવસે જ મોબીક્વિકના શેરે રોકાણકારોને 58 ટકાથી વધુ પ્રીમિયમ આપ્યું છે. જ્યારે વિશાલ મેગા માર્ટે પણ 41 ટકાનું રિટર્ન આપ્યું છે.

મોબીક્વિકનું કેવું થયું લિસ્ટિંગ

સવારે 10 કલાકે આ બંને શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. બીએસઈ પર મોબીક્વિકનો શેર 442.25 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો, જે ઈશ્યૂ પ્રાઈઝ 279ની તુલનામાં 58.5 ટકા વધારે છે. જ્યારે એનએસઈ પર શેર 440 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે ઈશ્યૂ પ્રાઇઝની તુલનામાં 57.7 ટકા વધારે છે.

વિશાલ મેગા માર્ટનું કેવું થયું લિસ્ટિંગ

વિશાલ મેગા માર્ટના શેરની પણ શાનદાર શરૂઆત થઈ છે. શેર આજે બીએસઈ પર 110 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. જે ઈશ્યૂ પ્રાઇસની તુલનામાં 41 ટકા વધારે છે. એનએસઈ પર આ શેર 104 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. જે ઈશ્યૂ પ્રાઇસની સરખામણીએ 33.3 ટકા વધારે છે.


તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક–  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button