ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

OnePlus 12 5G ફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, Amazon સેલમાં મળશે આ ઑફર્સ

નવી દિલ્હી, 19 જુલાઇ, ફ્લેગશિપ કિલર તરીકે ઓળખાતું OnePlus તેના ચાહકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે Amazon Prime Day સેલનો લાભ લઈ શકો છો. આ સેલમાં OnePlus સહિત અનેક બ્રાન્ડના ફોન પર ઑફર્સ ઉપલબ્ધ છે. તમે OnePlus 12ને કેટલાક હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. તમે આ ફોનને સેલમાં 12 હજાર રૂપિયાની બચતમાં ખરીદી શકો છો. OnePlus લવર્સ માટે આ ઓફર સૌથી બેસ્ટ હોઇ શકે છે.

બેંક ઓફર્સ અને અન્ય લાભો પણ સામેલ હશે

એમેઝોન ભારતમાં 20મીથી 21મી જુલાઈ દરમિયાન એમેઝોન પ્રાઇમ ડે સેલનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં વિવિધ સ્માર્ટફોન્સ પર આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે. આવી જ એક ઓફર OnePlus 12 5G પર ઉપલબ્ધ છે, જે આકર્ષક ફીચર્સ સાથે આવે છે. તમે આ સ્માર્ટફોનને કેટલાક હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. OnePlus લવર્સ માટે આ ઓફર સૌથી બેસ્ટ હોઇ શકે છે. OnePlus 12 એમેઝોન પરથી તમે ખરીદો છો તો 12000 રૂપિયાની મોટી છૂટ મળશે. આ ઓફરમાં તમને મોટો લાભ થઇ શકે છે. આ ફોન પહેલાથી જ એમેઝોન પર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ છે. શક્ય છે કે આ સેલ ખતમ થયા બાદ કંપની સત્તાવાર વનપ્લસ સાઇટ અથવા એમેઝોન પર કોઈ બીજી સ્કીમ લાવી શકે છે. ચાલો આ સ્માર્ટફોન પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ ઑફર્સની વિગતો જાણીએ.

OnePlus 12 5G પર કેટલું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે?
આ સ્માર્ટફોન અત્યારે એમેઝોન પર 59,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. તેની મૂળ કિંમત 64,999 રૂપિયા છે. એટલે કે ગ્રાહકોને 5000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોન પ્રાઇમ ડે સેલમાં પણ સસ્તો મળશે. આના પર વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. તમામ ડિસ્કાઉન્ટ પછી, તમે આ સ્માર્ટફોનને 52,999 રૂપિયામાં ખરીદી શકશો. આમાં બેંક ઓફર્સ અને અન્ય લાભો પણ સામેલ હશે. જો કે, આ ડીલ કેવી રીતે ઉપલબ્ધ થશે તે અંગે કંપનીએ વધુ માહિતી આપી નથી. પ્રાઇમ ડે સેલમાં તમે આના પર 12 હજાર રૂપિયા બચાવી શકશો.

ફીચર્સ છે શાનદાર
OnePlus 12 5Gમાં 6.82-ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 3 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ઉપકરણ Android 14 પર આધારિત Oxygen OS સાથે આવે છે. ફોનમાં 50MP + 64MP + 48MPનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફ્રન્ટમાં, કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ઉપકરણ 5400mAh બેટરી સાથે આવે છે, જે 100W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 50W વાયરલેસ ચાર્જિંગ છે.

આ પણ વાંચો: ડાયસને પહેલો પ્રીમિયમ હેડફોન લોન્ચ કર્યો, હેડફોનમાં છે પાવરફુલ ફીચર્સ અને બેટરી બેકઅપ

Back to top button