ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત પોલીસની દાદાગીરી ! રાહદારી સાથે કર્યું એવું વર્તન કે દ્રશ્યો જોઇને શરમથી માથું ઝુકાવી દે

Text To Speech

સુરત  : લોકો જયારે ગઈકાલે થર્ટી ફસ્ટ મનાવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ગુજરાત રાજ્યમાં સુરતમાં ઉધના વિસ્તારમાં પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલ ઉભા કર્યા છે. જયારે પોલીસ અનેક લોકોને મદદ વ્યહારે આવતી હોય છે. ત્યારે પોલીસની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે.

યુવકો ડરના કારણે ભાગી રહ્યા હતા

આ વીડિયોમાં ગઈકાલે રાતની ઘટનામાં ઉધના વિસ્તારમાં પોલીસની PCR વાન પેટ્રોલિંગ માટે નીકળી હતી ત્યારે યુવકો ડરના કારણે ભાગી રહ્યા હતા. ત્યારે આ દરમ્યાન બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો હતો અને તેની સાથે એવું વર્તન કે દ્રશ્યો જોઇને શરમથી માથું ઝુકાવી દે. આ દરમ્યાન પોલીસે રાહદરીને રોડ પર ઘસડ્યો હતો જેના CCTV સામે આવતા આ કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

અને બીજી તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠીખાડી નુરા નજીક કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના પણ સામે આવી છે. ચોર દુકાનનું શટર ઉંચું કરીને ચોર દુકાનમાં ઘુસી ગયો હતો. જેણે ટેબલના ખાનામાં રહેલા રોકડ  70 હજાર રૂપિયાની ચોરી કરી હતી. અને બીજા બે ચોર આ ચોરને ચપ્પુ બતાવીને ચોરીનો માલ સામાન લઈને ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

આ પણ વાંચો : વડોદરાના ફતેગંજ બ્રિજ પર અકસ્માત, નવા વર્ષની પાર્ટીમાં ગયેલા બે યુવાનોના મોત

Back to top button