- શહેરના પેટ્રોલપંપમાં બે હજારની નોટ માટે બોર્ડ લાગ્યા
- બે હજારની નોટ પાછી ખેંચવાનાનિર્ણયથી બજારોમાં તેજી
- ટકાવારી પ્રમાણે કમિશન લઇને નોટ બદલતા એજન્ટો સક્રિય
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રૂ.2 હજારની ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. જે બાદ રાજ્યમાં નાગરિકો 2 હજારની નોટને બેંકોના ડિપોઝીટ મશીનમાં તેમજ પેટ્રોલ પંપ, શોપિંગ મોલ, નાના બજારો, જવેલર્સ તેમજ હોટલમાં વટાવી રહ્યા છે.
આ પણ વાંચો: કોઇપણ વિદ્યાર્થી ઘરે બેઠા ગુજરાત યુનિવર્સિટીમાં ભણી શકશે
શહેરના પેટ્રોલપંપમાં બે હજારની નોટ માટે બોર્ડ લાગ્યા
RBIની જાહેરાત બાદ લોકો તેમની પાસે રહેલી બે હજારની નોટનો જ વધારે ઉપયોગ કરી રહ્યા છે. જેને પગલે કેટલીક જગ્યાએ બે હજારની નોટ ન લેતાં હોવાની પણ ફરિયાદો ઉઠી છે. તો કેટલાક પેટ્રોલ પંપ પર બે હજારની નોટ પર 500નુ ફરજિયાત પેટ્રોલ ભરાવુ પડશે તેવા બોર્ડ પણ લગાવ્યા છે. તો કેટલાક જવેલર્સના દ્વારા સોશિયલ મીડિયા પર ગ્રાહકોને આકર્ષવા મેસેજો કરીને ‘બે હજારની નોટથી અમારે ત્યાં ખરીદી કરી શકાશે’ જેવી જાહેરાત કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે, આ બધાની વચ્ચે વર્ષ 2016ની નોટબંધી જેમ ટકાવારી પ્રમાણે કમિશન લઇને એજન્ટો બે હજારની નોટ વટાવી આપવા સક્રિય બન્યા હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેન્કર રાજ, પાણી વગર આ વિસ્તાર બેહાલ
બે હજારની નોટ પાછી ખેંચવાનાનિર્ણયથી બજારોમાં તેજી
આરબીઆઈએ પરિપત્ર જાહેર કરીને બે હજારની નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને આ નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવી શકાશે. આ જાહેરાત થયા બાદ લોકો બેંકના એટીએમ ખાતે લાગેલા ડિપોઝીટ મશીનોમાં રૂપિયા જમા કરાવવા જોવા મળ્યા હતા. તેમજ પેટ્રોલ પુરાવા માટે પણ લોકો બે હજારની નોટો આપતાં જોવા મળ્યા હતા. નાના-મોટા બજારોમાં પણ લોકો ખરીદી કર્યા બાદ બે હજારની નોટો ગ્રાહકો દ્વારા અપાતાં વેપારીઓ બે હજારની નોટો લેતાં ખચકાય છે. આ સાથે અનેક મોટા શોરૂમ, મોલ અને જવેલર્સના શોરૂમમાં પણ લોકો ખરીદી માટે ઉમટયા હતા અને આ વચ્ચે લોકો બે હજારની જ નોટો કાઢતાં ઘણી જગ્યાએ નોટ લેતાં ન હોવાની પણ ફરિયાદો પણ ઉઠી છે.
ટકાવારી પ્રમાણે કમિશન લઇને નોટ બદલતા એજન્ટો સક્રિય
આ બધાની વચ્ચે કેટલાક પેટ્રોલપંપ પર બે હજારની નોટથી પેટ્રોલ પુરાવા માટે કોઈ વાહનચાલક આવે તો ફરજિયાત 500નુ પેટ્રોલ પુરાવવુ પડે તેવા બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યા છે. તેમજ કેટલાક જવેલર્સના માલિકો સોશિયલ મીડિયા પર સોનાની ખરીદી બે હજારની નોટથી ખરીદી શકાશે તેવી જાહેરાતો કરીને ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. જેથી કહી શકાય કે કેટલાક લોકો બે હજારની નોટબંધીનો પુરેપુરો ફાયદો ઉઠાવી રહ્યા છે.