ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના અદાણી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ખાનગી કોન્ટ્ર્કટરોની દાદાગીરી વધી

  • પેસેન્જરો સાથે ઉદ્ધતાઇથી વર્તન કરવામાં આવી રહ્યુ છે
  • ખાનગી કોન્ટ્ર્કટરોના માણસો રિક્ષા ચાલકો સાથે મારામારી કરે છે
  • લગેજ બુક કરાવો તો પણ કોઇ માણસ લગેજ લેવા આવતુ નથી

અમદાવાદના અદાણી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ખાનગી કોન્ટ્ર્કટરોની દાદાગીરી વધી છે. જેમાં પ્રવાસીઓને સુવિધાના નામે પરેશાની, ફરિયાદો તરફ સીઈઓના આંખમિચામણાં છે. તેમાં વીઆઈપી મૂવમેન્ટ વખતે પણ ઉપેક્ષા, પ્રણામની સુવિધાનો કોઈ લાભ નથી. તેમાં પ્રવાસીઓથી માંડી રીક્ષા ચાલકો તમામને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નશાબંધી મંડળમાં રૂપિયા 26 કરોડથી વધુનું કૌભાંડ

પેસેન્જરો સાથે ઉદ્ધતાઇથી વર્તન કરવામાં આવી રહ્યુ છે

અમદાવાદના અદાણી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ખાનગી કોન્ટ્ર્કટરોની દાદાગીરી વધી ગઇ છે. રિક્ષા ચાલક હોય કે પેસેન્જરો હોય તેમની સાથે ઉદ્ધતાઇથી વર્તન કરવામા આવી રહ્યુ છે. કર્બસાઈડ પાર્કિંગ હોવા છતાં માત્ર લગેજ ઉતારવા પુરતા પણ પ્રવાસીઓના પરિજનોના વાહનોને ઊભા રહેવા દેવાતા નથી, ફરજિયાત પાર્કિંગમાં ધકેલી દેવાય છે. પોલીસ દ્વારા રિક્ષા ચાલકોની હેરાનગતિ કરવામા આવી રહ્યા છે. રિક્ષા ઉપાડીને લઇ જાય તો ઘરનુ જીવન ગુજરાને ચલાવવાનો પ્રશ્ન ઉભો થાય છે.

ખાનગી કોન્ટ્ર્કટરોના માણસો રિક્ષા ચાલકો સાથે મારામારી કરે છે

ખાનગી કોન્ટ્ર્કટરોના માણસો રિક્ષા ચાલકો સાથે મારામારી કરે છે પછી પોલીસ રિક્ષા ચાલકોની વાત સાંભળતી જ નથી. આમ પ્રવાસીઓથી માંડી રીક્ષા ચાલકો તમામને હાલાકી પડી રહી છે. અદાણીએ પ્રાઇવેટ કોન્ટ્રક્ટ એટલા બધા આપી દીધા છે કે પેસેન્જર ફેસેલીટી મળતી નથી. ટ્રોલી મળતી નથી. પેસેન્જરો વ્હીલચેર બુક કરાવે તો કોઇ ટ્રોલી લઇને હાજર હોતુ નથી. દરેકે એરલાઇન્સે ટ્રોલીનુ કાઉન્ટર ટર્મિનલ બિલ્ડીગની બહાર રાખવુ જોઇએ જેથી પેસેન્જર સરળતાથી ટ્રોલી મેળવી શકે છે. લોડરોની જગ્યા ખાનગી કંપનીના માણસોનુ પેસેન્જરોનો સામાન અંદર લઇ જાય છે તેનો ચાર્જ પણ વસુલ કરે છે. લગેજ બુક કરાવો તો પણ કોઇ માણસ લગેજ લેવા આવતુ નથી. એરપોર્ટના સીઇઓ આલોક બ્રહ્મભટ્ટ સામે તેઓ ધરાર મનમાની ચલાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે અને તેમની સામે સુવિધાના પરિપ્રેક્ષ્યમાં કોઈ જ ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાના આક્ષેપો થયા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલા બધા કામ ચાલી રહ્યા છે કે,પેસેન્જરોને કેવી રીતે અંદર જવુ તે ખબર પડતી નથી.

Back to top button