Bullet Train in India: શું હશે બુલેટ ટ્રેનનું ભાડું, ક્યારે શરૂ થશે? જાણો રેલવે મંત્રીએ શું કહ્યું
દિલ્હી, 24 માર્ચ: ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ (મુંબઈ – અમદાવાદ) વચ્ચે દોડશે. આ માટે બુલેટ ટ્રેન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. વૈષ્ણવે જણાવ્યું કે, પહેલી બુલેટ ટ્રેન વર્ષ 2026માં તૈયાર થશે અને સુરતના એક વિભાગમાં દોડશે. રેલવે મંત્રીએ કહ્યું કે સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ ઉપરાંત સી ટનલ પર પણ કામ શરૂ થઈ ગયું છે. બુલેટ ટ્રેન આ ટનલ દ્વારા જ થાણેથી મુંબઈ પહોંચશે. રેલવે મંત્રીએ કહ્યું, ‘બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈ, થાણે, વાપી, બરોડા, સુરત, આણંદ અને અમદાવાદની અર્થવ્યવસ્થા એક થઈ જશે.’
સવારે સુરત, બપોરે મુંબઈ, સાંજે ફરી સુરત
રેલવે મંત્રીએ કહ્યું કે, ‘આ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ થયા બાદ તમે સવારે સુરતમાં નાસ્તો કરી શકશો, કામ માટે મુંબઈ જઈ શકશો અને રાત્રે પરિવાર સાથે સુરત પાછા આવી શકશો.’ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર કામ નવેમ્બર 2021થી શરૂ થયું હતું. શરૂઆતમાં 1 કિમી વાયાડક્ટનું કામ 6 મહિનામાં પૂર્ણ થયું હતું. આ પછી એપ્રિલ 2023 સુધીમાં 50 કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ભાડું ફ્લાઇટ કરતાં ઓછું હશે
એક કાર્યક્રમમાં જ્યારે બુલેટ ટ્રેનના ભાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રેલવે મંત્રીએ કહ્યું, ‘દુનિયામાં જ્યાં પણ બુલેટ ટ્રેન ચાલી રહી છે ત્યાં 90 ટકા લોકો લાંબા અંતરની મુસાફરી માટે બુલેટ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. મતલબ કે બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટના ભાડા કરતાં ઘણું સસ્તું હશે. એક રિપોર્ટ અનુસાર મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનનું ભાડું લગભગ 3 હજાર રૂપિયા હોઈ શકે છે.
કુલ ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ છે
રેલ્વે મંત્રીએ કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1.08 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી કેન્દ્ર સરકાર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર 5 હજાર કરોડ રૂપિયા ખર્ચી રહી છે. બાકીની રકમ જાપાન પાસેથી લોન લઈને ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જેના પર વ્યાજ 0.1 ટકા છે.
આ પણ વાંચો: લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ,અદાણી કહ્યું,-