ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં લાખો ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે!, જાણો શું છે કારણ

અમદાવાદમાં લાખો ગેરકાયદે બાંધકામો છતાં રેગ્યુલરાઇઝ કરવા 4,048 અરજી આવી છે. જેમાં મધ્ય, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એક-એક અરજી ફગાવાઈ છે. રેગ્યુલરાઈઝ કરવા માટે એકત્રિત થતી રકમ BU પરમિશન ગણાશે. તથા દ. ઝોનમાં સૌથી વધુ 1,153 અરજી આવી છે. તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 261 અરજી આવી છે. જેમાં લાખો ગેરકાયદે બાંધકામો છતાં રેગ્યુલરાઇઝ કરવા 4,048 અરજી આવી ત્યારે સરકાર ગેરદાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરવે તો નવાઇ નહી.

આ પણ વાંચો: ગુજરાતમાં GSTની આવકનો આંકડો વાંચી આંખો થઇ જશે પહોળી

ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા અંગે વટહુકમ જારી કર્યો

AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલે તા. 16 ઓક્ટોબર, 2022ના રોજ ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા અંગે વટહુકમ જારી કર્યો હતો અને રાજ્ય સરકારે 17 ઓક્ટોબર, 2022ના રોજ ઈમ્પેક્ટ ફી વટહુકમ અને તે અંગેના નિયમો પ્રસિદ્ધ કર્યા હતા. રાજ્યની તમામ મહાનગર પાલિકા, નગર પાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોમાં અમલ કરવામાં આવી રહ્યો છે. ઈમ્પેક્ટ ફી મારફતે એકત્રિત થતી રકમ આંતર માળખાકીય સવલતો, ફાયર સેફ્ટીની સુવિધા, પાર્કિંગ અને પર્યાવરણ સુધારણા માટે ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ’ તરીકે રખાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુનેગારોની ખેર નહીં, આ ટેક્નોલોજીથી પકડાશે આરોપી

એક મકાનની સૌપ્રથમ ઈમ્પેક્ટ ફી અરજી મંજૂર કરાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તા. 1 ઓક્ટોબર, 2022 પહેલાં થયેલા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પ્કેટ ફીનો અમલ કરાઈ રહ્યો છે અને તેનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 4,048 અરજી અરજી આવી છે. જેમાં ઉત્તર- પશ્ચિમ ઝોન 261, દક્ષિણ પશ્ચિમ ઝોન 607, પશ્ચિમ ઝોન 722, મધ્ય ઝોન 283, ઉત્તર ઝોન 302, પૂર્વ ઝોન 720 અને દક્ષિણ ઝોનમાં 1,153 અરજીનો સમાવેશ થાય છે. AMC દ્વારા દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં વિકાસ ટેનામેન્ટમાં એક મકાનની સૌપ્રથમ ઈમ્પેક્ટ ફી અરજી મંજૂર કરાઈ છે.

આ પણ વાંચો: શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

ઈમ્પેક્ટ ફી અંગે જાણકારી અને સમજ પૂરી પાડવામાં આવશે

ઈમ્પેક્ટ ફીના ક્રાઈટેરિયામાં નહીં આવતી બે અરજી ફગાવાઈ છે. શહેરના દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં એક અને મધ્ય ઝોનમાં એક અરજી ફગાવી દેવાઈ છે. દક્ષિણ ઝોનમાં ઈમ્પેક્ટ ફી માટે સૌથી વધુ 1,153 અરજી આવી છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી 261 અરજી આવી છે. વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવાની જોગવાઈ અંગે જાગૃતિ લાવવા અને આ જોગવાઈનો મહત્તમ લોકો લાભ લઈ શકે તે માટે તમામ ઝોનના મ્યુનિ. કોર્પોરેટરો સાથે મીટિંગ યોજાશે તેમજ ઈમ્પેક્ટ ફી અંગે જાણકારી અને સમજ પૂરી પાડવામાં આવશે.

Back to top button