આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

બજારની તેજી નહી રોકાય, ભારત વિદેશી નાગરિકોની રોકાણ મર્યાદા વધારશે

મુંબઇ, 28 માર્ચ, 2025: બજારની તેજી હવે રોકાશે નહી કે કોઇ અવરોધ આવશે નહી કેમ કે ભારત વિદેશી નાગરિકોની રોકાણ મર્યાદામાં વધારો કરવાનું વિચારી રહ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય રિઝર્વબેન્ક બજારના મૂડીપ્રવાહમાં વધારો કરવાનો હેતુ રાખે છે ત્યારે લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી નાગરિકો પર જે 10 ટકાના રોકાણની મર્યાદા હતી તે વધારીને બમણી કરવા જઇ રહી છે.

નબળી કમાણી, ઊંચા વેલ્યુએશન્સ અને યુએસ ટેરિફના ભવિષ્યના ભાર નીચે દબાયેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (એફપીઆઇ)સપ્ટેમ્બર નિફ્ટી રેકોર્ડ હાઇ પર હતી ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય શેરોમાંથી 28 અબજ ડોલર પાછા ખેંચી લીધા છે.

વિદેશી રોકાણને વેગ આપવા માટે ભારત વિદેશી રોકાણોકારો માટે લાભોમાં વધારો કરી રહી છે જે અત્યાર સુધીમાં વિદેશી ભારતીયો માટે સીમિત હતા, તેની સાથે લાગુ પડતી રોકાણ મર્યાદાઓમાં પણ વધારો કરી રહ્યુ છે. જોકે આ અંગે નાણાં મંત્રાલય, રિઝર્વ બેન્ક કે માર્કેટ રેગ્યુલેટરે સત્તાવાર પુષ્ટિ આપી નથી.

આ યોજનાઓમાં બધા વિદેશી વ્યક્તિગત રોકાણકારોને લિસ્ટેડ કંપનીમાં મહત્તમ 10% રોકાણ કરવાની મંજૂરી આપવાની યોજના છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ખાસ નિયમો દ્વારા વિદેશી ભારતીય નાગરિકોને ભારતીય કંપનીમાં 5% હોલ્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી તેનાથી આ વધારે છે.

“હાલના વિદેશી વિનિમય વ્યવસ્થાપન નિયમોમાં ફક્ત શેડ્યૂલ III હેઠળ બિન-નિવાસી ભારતીયો (NRI) અને ભારતના વિદેશી નાગરિકો (OCI)નો ઉલ્લેખ છે,” બીજા સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતુ કે “અમે દરેક વ્યક્તિગત વિદેશી રોકાણકારોને સમાવવા માટે આને વિસ્તૃત કરી રહ્યા છીએ.” તેમજ ઉમેર્યું હતુ કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), ભારતીય લિસ્ટેડ કંપનીમાં તમામ વિદેશી વ્યક્તિગત રોકાણકારો માટે સંયુક્ત હોલ્ડિંગ મર્યાદા 10%થી વધારીને 24% કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોની મર્યાદા વધારવાની યોજના સરકાર, આરબીઆઇ અને સેબી વચ્ચે ચર્ચાના અંતિમ તબક્કામાં છે.

હોલ્ડિંગ 34 ટકા સુધી જઇ શકે છે

જ્યારે સરકાર અને આરબીઆઇ આ પગલાની તરફેણ કરે છે, ત્યારે બજાર નિયમનકારે વિદેશી રોકાણ મર્યાદાના પાલન પર દેખરેખ રાખવામાં કેટલાક પડકારોને ઉજાગર કર્યા છે. જેમાં તેણે ચેતવણી આપી છે કે 10%નું એક વિદેશી રોકાણકાર હોલ્ડિંગ, સહયોગીઓ સાથે મળીને, 34%થી વધુ થઈ શકે છે, જેના કારણે ટેકઓવર નિયમો લાગુ પડી શકે છે.

વિવિધ માળખામાં અસરકારક દેખરેખ વિના, આવા ટેકઓવર શોધી શકાતા નથી, તેવી ચેતવણી ગયા મહિને એક પત્રમાં આરબીઆઇને આપી હતી. ઉલ્લેખનીય છે કે  ભારતીય નિયમો એવા રોકાણકારને ફરજ પાડે છે જે રિટેલ રોકાણકારો દ્વારા રાખવામાં આવેલા શેર માટે ઓપન ઓફર કરે છે.

આ પણ વાંચોઃ HCLની રોશની નાદર દુનિયાની 10 સૌથી શ્રીમંત મહિલાઓમાં એકમાત્ર ભારતીય

Back to top button