ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

દરિયાઈ ચાંચિયાઓથી બચાવવા બદલ બલ્ગેરિયાના પ્રમુખે પીએમ મોદીનો આભાર માન્યો

  • હું ભારતીય નૌકાદળ અને PM મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું: બલ્ગેરિયન પ્રમુખ
  • ભારત આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, 19 માર્ચ: ભારતીય નૌકાદળ દ્વારા દ્વારા સાત બલ્ગેરિયન નાગરિકોને સફળતાપૂર્વક બચાવવા બદલ બલ્ગેરિયાના પ્રમુખ રૂમેન રાદેવે પીએમ મોદીનો આભાર માન્યો છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, હું અપહરણ કરાયેલા બલ્ગેરિયન જહાજ રૂએન અને સાત બલ્ગેરિયન નાગરિકો સહિત તેના 17 ક્રૂને બચાવવાની બહાદુરીભરી કાર્યવાહી માટે PM મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં ચાંચિયાઓ વિરુદ્ધ અનેક ઓપરેશન હાથ ધર્યા છે. ભારત માત્ર મિત્ર દેશોને મદદ કરવા તૈયાર નથી, પરંતુ જે પણ દેશ ભારત પાસેથી મદદની વિનંતી કરે છે તેને પણ મદદ કરે છે. ત્યારે થોડા દિવસો પહેલા ભારતીય નૌકાદળ દ્વારા 40 કલાકના ઓપરેશન બાદ અપહરણ કરાયેલા જહાજ MV રૂએનમાંથી સાત બલ્ગેરિયન નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ ચાંચિયાઓના કબજામાં હતું.

ભારત ચાંચિયાગીરી સામે લડવા માટે પ્રતિબદ્ધ છેઃ PM મોદી

આ અંગે પીએમ મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. PM મોદીએ લખ્યું કે, “પ્રમુખ, હું તમારા સંદેશની પ્રશંસા કરું છું. અમને ખુશી છે કે 7 બલ્ગેરિયન નાગરિકો સુરક્ષિત છે અને તેઓ ટૂંક સમયમાં ઘરે પરત ફરશે. ભારતીય નૌકાદળ, સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને હિંદ મહાસાગરમાં ચાંચિયાગીરી અને આતંકવાદ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.”

મિત્રો, આ માટે જ છે: બલ્ગેરિયાના વિદેશ મંત્રી દ્વારા ભારતના વખાણ કરવા પર એસ.જયશંકર

બલ્ગેરિયાના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મારિયા ગેબ્રિયલે ભારતીય નૌકાદળના વખાણ કર્યા હતા. વિદેશ મંત્રીએ રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X(ટ્વિટર) પર લખ્યું કે, ‘હું અપહરણ કરાયેલા જહાજ રૂએન અને તેમાં રહેલા 7 બલ્ગેરિયન નાગરિકો સહિત તેના ક્રૂ મેમ્બરોને બચાવવા માટે સફળ ઓપરેશન હાથ ધરવા બદલ ભારતીય નૌકાદળનો આભાર વ્યક્ત કરું છું. અમે ક્રૂના જીવનને સુરક્ષિત રાખવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

જેના જવાબમાં બલ્ગેરિયાના મંત્રીના આ ટ્વીટને શેર કરતા ભારતીય વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ટ્વિટ કરીને લખ્યું કે, “મિત્રો આ માટે જ હોય છે.’

ઓપરેશનમાં 17 સભ્યોને બચાવવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, ભારતીય દરિયાકાંઠાથી લગભગ 2,600 કિમી દૂર અંદાજે 40 કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ભારતીય નૌકાદળે ન માત્ર હાઇજેક કરાયેલા ભૂતપૂર્વ માલ્ટિઝ ધ્વજ વેપારી જહાજ MV રૂએનના 17 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત મુક્ત કરાવ્યા, પરંતુ 35 સોમાલિયન ચાંચિયાઓને પણ પકડી લીધા હતા. આ ઓપરેશનમાં બચાવી લેવામાં આવેલા 17 ક્રૂ મેમ્બર્સમાં કેટલાક બલ્ગેરિયાના પણ હતા અને તેમને ભારતે બચાવ્યા હતા.

આ પણ જુઓ: નારાયણ મૂર્તિએ 4 મહિનાના બાળકને ભેટમાં આપ્યા 240 કરોડ રૂપિયાના શેર, કોણ છે આ નસીબદાર બાળક?

Back to top button