ટ્રેનની થીમ પર ઘરની દિવાલો બનાવી, જોઈને તમે પણ કહેશો… જૂઓ વીડિયો


કેરાલા- 14 ઓગસ્ટ : ઘણીવાર લોકોને તમે જોયા હશે કે તેમણે એક યા બીજી વસ્તુ માટે વિશેષ ઉત્સાહ હોય છે. જેમ કે તમે જોયું હશે કે ઘણા લોકો હેરી પોટરના દિવાના હોય છે, તેથી તેઓ એક જ થીમના બેગ, ટી-શર્ટ અને ચશ્મા પહેરવાનું પસંદ કરે છે. એ જ રીતે કેરળના કોઝિકોડમાં એક વ્યક્તિને ટ્રેન પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આવી સ્થિતિમાં તેણે કંઈક એવું કર્યું જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
A compound wall of a house at Kozhikode District, Kerala! 🚞🚃 #IndianRailways #house pic.twitter.com/Ch1inUD7ju
— Ananth Rupanagudi (@Ananth_IRAS) August 12, 2024
આ વ્યક્તિએ પોતાના ઘરની દિવાલોને ટ્રેનના કોચ જેવો લુક આપ્યો છે. જે રીતે ટ્રેનની બોગીની બારીઓ બહારથી દેખાય છે, એ જ રીતે ઘરની દિવાલો પણ દેખાય છે. એક દિવાલને પણ ટ્રેનના એન્જિન જેવો લુક આપવામાં આવ્યો છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે ઘરની દિવાલોની આવી ડિઝાઈન આ પહેલા ભાગ્યે જ કોઈએ જોઈ હશે.
વાયરલ વીડિયોન X પર @Ananth_IRAS નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 3 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને તે વ્યક્તિના વખાણ કરી રહ્યા છે જેણે દિવાલો પર આવી થીમ રાખી છે. એક યુઝરે લખ્યું- શું કોઈ રેલ્વે પરિવાર ઘરમાં રહે છે? તો @Ananth_IRASએ જવાબમાં લખ્યું – ખબર નથી, કદાચ. આ વીડિયો વિશે તમારું શું કહેવું છે?
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આર્મી કેપ્ટન શહીદ, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ