અમદાવાદમાં જાહેર આરોગ્યને હાનિ પહોંચાડતા બિલ્ડરને રૂ.10 લાખનો દંડ
- કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા તાકીદ કરવામાં આવી
- પતરાં લગાવવાને બદલે કંતાન બાંધીને બેદરકારી કરી
- સફાઈને અવરોધક પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવામાં આવ્યા
અમદાવાદમાં જાહેર આરોગ્યને હાનિ પહોંચાડતા બિલ્ડરને રૂ.10 લાખનો દંડ ફટકારાયો છે. શહેરમાં બોડકદેવમાં ધૂળ, માટી ઉડાડી જાહેર આરોગ્યને હાનિ પહોંચાડતા બિલ્ડર પર તવાઇ આવી છે. જજીસ બંગલા રોડ પર VVIPની અવર જવર વચ્ચે ફલેટ તોડાતો હતો. જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિવાસની સામે ખૂબ વંટોળ જેવી ધૂળ ઉડતી જોવા મળી હતી. તેમાં શહેરના કેટલાક સ્થળોએ બિલ્ડિંગોના બાંધકામ દરમિયાન નિયમોનું પાલન કરાતું નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ
કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા તાકીદ કરવામાં આવી
AMCના ઉત્તર- પશ્ચીમ ઝોનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા બોડકદેવ વોર્ડમાં ‘સૂર્ય પૂજા ફ્લેટ’ અને ‘શીરીન પાર્ક’ના રીડેવલપમેન્ટની કામગીરીને કારણે ગુજરાતના હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બંગલામાં અને રોડ તથા આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફુટપાથ પર અને રોડ પર ધૂળ ઉડાડીને જાહેર આરોગ્યને હાનિ પહોંચાડવા બદલ બિલ્ડર – ડેવલપરને રૂ. 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે અને રીડેવલપમેન્ટની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.
પતરાં લગાવવાને બદલે કંતાન બાંધીને બેદરકારી કરી
સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રીડેવલમેન્ટ અંતર્ગત જૂના ફ્લેટ તોડવાની કામગીરી પતરાં લગાવવાને બદલે કંતાન બાંધીને બેદરકારીપૂર્વક ન્યુસન્સ કરવા, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે ઉદાસીન વલણ દાખવવા બદલ બિલ્ડરને નોટિસ અપાઈ છે. ગુજરાતના ચીફ જસ્ટીસ, અન્ય જજોના બંગલા, પ્રખ્યાત હોટલ આવેલ હોવાથી જજીસ બંગલા રોડ પર VVIPની અવર જવર રહે છે. જાહેર આરોગ્ય વિષયક બાબતોને ધ્યાનમાં લઈને રૂ. 10 લાખનો દંડ વસૂલવા અને દબાણ ખાતા દ્વારા પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી તાકીદની અસરથી કામ સ્થગિત કરવા પગલાં લેવા છે.
સફાઈને અવરોધક પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવામાં આવ્યા
તાજેતરમાં મોર્નિંગ રાઉન્ડ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નિવાસની સામે ખૂબ વંટોળ જેવી ધૂળ ઉડતી જોવા મળી હતી અને તે અંગે તપાસ કરતાં સામે આવેલી સૂર્યપૂજા ફ્લેટ અને શીરીન પાર્કમાં રીડેવલપમેન્ટની જુના ફ્લેટ તોડવાની કામગીરી ચાલી રહી હતી અને બિલ્ડર/ડેવલપર દ્વારા સદર યુનિટની આસપાસ,ચારે બાજુ રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં ઉડતી ધૂળ, રજ, વગેરે કારણે ન્યુસન્સ ન થાય તે માટે પતરા/ મેટ લગાવીને કવરેજ કરાયું નહોતું અને ફક્ત દેખાવ પૂરતી લેશમાત્ર કપડાં લગાવીને કામગીરી કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું અને સદર કપડાં પણ યોગ્યતા અનુસરના ન હોવાથી કપડાં ફાટીને રોડ પર વિખરાયેલા જોવા મળ્યા હતા તેમજ રોડ પર માટી, રેતી અને ગંદકી જોવા મળી હતી. આમ, જાહેર આરોગ્ય સુખાકારી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેમજ સફાઈને અવરોધક પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.