ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં મ્યુનિ.સ્કૂલની જગ્યાએ બિલ્ડરે શોપિંગ સેન્ટર બનાવ્યાનો MLAનો આક્ષેપ

  • સાંસદો, ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી
  • મ્યુનિસિપલ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયુ છે
  • જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ: અમિત શાહ

અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. આ આક્ષેપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતીની બેઠકમાં કર્યો હતો.

જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ

બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ છે કે કેમ એ અંગે શાસનાધિકારીને પુછવામા આવ્યુ હતું. શાસનાધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપતા ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, ‘હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ.’

સાંસદો, ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં સાંસદો, ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતુ કે, ‘જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલાં ઉર્દુ સ્કૂલ આવેલી હતી. જ્યા 200 બાળકો ભણતા હતા. આ શાળાને જેતે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યા પછી શાળાની બાજુમા રહેતા સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.

મ્યુનિસિપલ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયુ છે

સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે અધિકારીને પૂછ્યું હતુ કે, ‘આ શાળાની અત્યારે શું સ્થિતિ છે?’ ત્યારે અધિકારીએ જણાવ્યું કે,એ બંધ છે.’ આ જવાબ મળતા ધારાસભ્ય અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, ‘મ્યુનિસિપલ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયુ છે. હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ. કોમ્પલેકસ તોડી પાડો કે નહીં એ પછીની વાત છે પણ કોર્પોરેશનને તો જાણ કરો.’ ગેરકાયદે બાંધકામ દુર કરી આ જગ્યાનો કબજો લેવા મ્યુનિ.કમિશનરને રજુઆત પણ ધારાસભ્ય દ્વારા કરવામા આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત: અડાલજ-મહેસાણા ટોલ ટેક્સનો બહિષ્કાર, ટ્રાન્સપોટર્સ વિરોધ માટે એકઠા થયા

Back to top button