ટ્રેન્ડિંગધર્મ

બુધ-ગુરુની યુતિ કરશે કમાલઃ ધન સહિતની 3 રાશિઓ થશે માલામાલ

Text To Speech
  • 26 માર્ચના રોજ મીન રાશિથી મેષ રાશિમાં બુધ ગોચર કરશે, અહીં પહેલેથી જ ગુરુ વિરાજમાન છે. બંને ગ્રહોની યુતિ શુભ માનવામાં આવે છે.

માર્ચના અંતમાં બુધ પોતાની સ્થિતિ બદલશે. 26 માર્ચના દિવસે ગ્રહોના રાજકુમાર પોતાની ચાલમાં પરિવર્તન કરશે. ગુરુ મેષ રાશિમાં વિરાજમાન રહેશે. 26 માર્ચના રોજ મીન રાશિથી મેષ રાશિમાં બુધ ગોચર કરશે, અહીં પહેલેથી જ ગુરુ વિરાજમાન છે. બંને ગ્રહોની યુતિ શુભ માનવામાં આવે છે. જાણો કઈ રાશિના જાતકો માટે બુધ-ગુરુની યુતિ લકી સાબિત થઈ શકે છે. જાણો બુધ-ગુરુની યુતિ શું કમાલ કરશે?

કર્ક રાશિ

બુધ-ગુરુની યુતિથી કર્ક રાશિના લોકોને ખૂબ લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મિત્રો અને બોસનો સહયોગ મળશે. આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળશે. તમે રોકાણના નવા વિકલ્પો અંગે વિચારી શકો છો. વિદેશ યાત્રાના પણ યોગ છે.

બુધ-ગુરુની યુતિ કરશે કમાલઃ ધન સહિતની 3 રાશિઓ થશે માલામાલ hum dekhenge news

ધન રાશિ

ધન રાશિના લોકો માટે ગુરુ અને બુધની યુતિ શુભ માનવામાં આવે છે. બુધ અને ગુરુના શુભ પ્રભાવથી તમારા રોકાયેલા તમામ કામ થઈ જશે. આ સમય કોઈ પણ નવા કામની શરૂઆત માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સુખ-સંપતિનો લાભ મળશે. તમારે તમારી હેલ્થનું ધ્યાન રાખવું પડશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે ગુરુ અને બુધની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. જોબ કરી રહેલા લોકો પ્રશંસાને પાત્ર બનશે. વેપારીઓ માટે આવકના નવા સાધનો ખુલશે. નાની મોટી તકલીફો આવી શકે છે, જે તમારા પાર્ટનરના સપોર્ટથી સરળતાથી સોલ્વ થઈ જશે. તમે જેટલા નિડર રહેશો, એટલી જ સફળતા તમારા કદમ ચૂમશે.

આ પણ વાંચોઃ 26મી જાન્યુઆરીએ નવી દિલ્હીના કર્તવ્યપથ પર રજૂ થશે ગુજરાતની ઝાંખી ‘ધોરડો’

Back to top button