બજેટે બજારનો મૂડ બગાડ્યો, સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ સરક્યો


નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: 2025: આજે 1 ફેબ્રુઆરીને શનિવારના રોજ શેરબજાર ખુલ્લું છે. સ્ટોક એક્સચેન્જ બજેટ 2025-26 ના અવસરે એક ખાસ ટ્રેડિંગ સત્રનું આયોજન કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કરી રહ્યા છે. રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સહિત અન્ય વર્ગો આર્થિક ક્ષેત્રમાં મોટા સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે બજેટની જાહેરાતોથી શેરબજાર નાખુશ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ તેનો ફાયદો ગુમાવ્યો અને રેડ ઝોનમાં ગયો છે. નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાનો સામનો કરી રહ્યા છે. તેલ અને ગેસના શેરોમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નાણામંત્રીના બજેટ ભાષણ શરૂ થતાની સાથે જ શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી શેરબજાર નિરાશ દેખાય છે. સેન્સેક્સ હાલમાં 350 પોઈન્ટના ઘટાડા સાથે 77,140 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 60 પોઈન્ટ ઘટીને 23,440 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. આઇટી અને તેલ અને ગેસ સિવાય, અન્ય તમામ ક્ષેત્રના સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પાવર, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી 0.5-1 ટકા વધ્યા છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર નીચે છે અને 10 શેર ઉપર છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર નીચે છે અને 15 શેર ઉપર છે. NSE સેક્ટરલ ઇન્ડેક્સના તમામ સેક્ટર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી વધુ મંદી સાથે 1.21% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો..બજેટ 2025-26: ટેક્સપેયર્સને મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, 12 લાખ સુધીની ઈનકમ પર કોઈ ટેક્સ નહીં લાગે