

- સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો
- બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ રૂ. 2735થી 2785 થયો
- કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1610થી 1660 થયો
ગુજરાતની ગૃહિણીઓનું બજેટ વઘ્યું છે. જેમાં માવઠાથી સિંગતેલના ભાવ વધ્યા છે. તેમાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવ ઉંચકાયા છે તથા હજુ વધારો થશે. જેમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20નો વધારો થયો છે. તેમજ બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ રૂ. 2735થી 2785 થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, જાણો આજે કયા પડશે માવઠુ
ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે, દિવાળી પહેલાથી જ ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલના ભાવોની સીધી અસર લોકોના બજેટને થાય છે. દિવાળી બાદ તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા હતી, પરંતુ કમોસમી વરસાદ તેમાં વિલન બન્યો છે. કમોસમી વરસાદને કારણે તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યાં છે. તેથી લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે ઠંડીમાં વધારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો
ગુજરાતીઓને કમોસમી વરસાદનું માવઠું એવુ નડી ગયું કે તેની અસર સીધા તેલના ભાવો પર પડી છે. સૌરાષ્ટ્રભરમાં પડેલા માવઠાને કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. માવઠાના કારણે સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. આજે રાજકોટમાં સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. વરસાદની સીધી અસર મગફળીના પાક પર થાય છે. જેને કારણે તેલના ભાવો પર વધઘટ થતી રહે છે.
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1610થી 1660 થયો
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1610થી 1660 થયો છે. સૌરાષ્ટ્રમાં પડેલા માવઠાને કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે. તેમાં સિંગતેલના ડબ્બે રૂ. 20નો વધારો થયો છે. બ્રાન્ડેડ નવા ડબ્બાનો ભાવ 2735 થી 2785 રહ્યા હતા. તથા કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 1610થી 1660 રહ્યા હતા.સૌરાષ્ટ્રમાં માવઠુ પડતા ખેત પેદાશ પર અસર જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં રવિવારથી મન મૂકીને કમોસમી વરસાદ વરસ્યો છે. જેની અસર સિંગતેલના ભાવો પર પડી છે. આ કારણે સિંગતેલના ભાવ ઉંચકાયા છે.