ગુજરાતમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ, સીંગતેલના ભાવમાં વધારો થયો
- સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો થયો
- હાલ ડબ્બાનો ભાવ રૂપિયા 2600એ પહોંચ્યો છે
- મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા
ગુજરાતમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. તેમાં સીંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂ. 50નો વધારો થયો છે. તેમજ સીંગતેલના હાલ ડબ્બાનો ભાવ રૂપિયા 2600એ પહોંચ્યો છે. જેમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા છે.
આ પણ વાંચો: જાણો ગુજરાતમાં ક્યારે ફરીથી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ
સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે
સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે.
સીંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો
મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સીંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે.