Budget History : વિશ્વાસ ન થશે પણ પરણિત અને અપરણિત માટે હતો અલગ ટેક્સ સ્લેબ, જાણો શું હતું કારણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે. ટેક્સપેયર્સને આશા છે કે સરકાર બજેટમાં તેમના માટે કંઇક ખાસ જોગવાઇઓની જાહેરાત કરશે. આઝાદી બાદથી અલગ અલગ પક્ષોની સરકારે પોતાના બજેટમાં ટેક્સ સાથે જોડાયેલી કેટલીયે મહત્ત્વની જાહેરાતો કરી છે. કેટલાક બજેટમાં ટેક્સપેયર્સને છુટછાટ મળી છે તો કેટલાક બજેટમાં જાહેરાત થઇ છે કે ટેક્સપેયર્સ પર બોજ વધ્યો છે. આ બધાની વચ્ચે એક કેન્દ્રીય બજેટ એવુ પણ રહી ચુક્યુ છે , જેમાં પરિણિત અને અપરણિત લોકો માટે અલગ અલગ ટેક્સ સ્લેબની જાહેરાત થઇ હતી.
મેરિડ-અનમેરિડ માટે હતો અલગ ટેક્સ સ્લેબ
આ વાત 1955-56ના કેન્દ્રીય બજેટની છે. ત્યારે દેશના તત્કાલિન નાણાંપ્રધાન સીડી દેશમુખ હતા. તેમણે બજેટમાં મેરિડ અને અનમેરિડ લોકો માટે અલગ અલગ ઇનકમ ટેક્સ સ્લેબ રાખ્યો હતો. સરકાર ફેમિલી સ્કીમને શરૂ કરવા માટે ટેક્સ સ્લેબની આ જોગવાઇ લઇને આવી હતી. નાણાંપ્રધાન સીડી દેશમુખે મેરિડ લોકો માટે 1500 રૂપિયાના હાલના ટેક્સ એક્ઝેમ્પ્ટ સ્લેબને વધારીને 2000 રુપિયા કરી દીધો હતો, જ્યારે મેરિડ લોકો માટે તેને ઘટાડીને 1000 કરાયો હતો.
બજેટ સ્કીમનું હિન્દી વર્ઝન
મેરિડ અને અનમેરિડ લોકો માટે અલગ અલગ ટેક્સ સ્લેબ યોજના આયોગની ભલામણોના આધારે બનાવાઇ હતી. આ સાથે બજેટમાં ઇનકમ ટેક્સ પર મહત્તમ દરોને પાંચથી ઘટાડીને ચાર કરાયા હતા. 1955-56ના બજેટમાં પહેલીવાર બજેટ સ્કીમનુ હિન્દી વર્ઝન પણ લવાયુ હતુ. ત્યારબાદથી તે એન્યુઅલ ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટનું હિન્દી વર્ઝન અને એક્સપ્લેનેટરી મેમોરેન્ડમ સર્કુલેટ કરવામાં આવે છે.
1955-56માં ટેક્સ સ્લેબ
જો 1955-56ના ટેક્સ સ્લેબની વાત કરીએ તો 1000 રૂપિયાની વાર્ષિક ઇનકમ સુધી કોઇ ટેક્સ લાગતો ન હતો. 1001 રૂપિયાથી 5000 રુપિયાની ઇનકમ પર 9 પાઇ ટેક્સ ચુકવવો પડતો હતો. 5001થી 7500 રૂપિયાની ઇનકમ પર એક આના અને 9 પાઇ ટેક્સ આપવો પડતો હતો. 7501 રુ.થી 10,000 રૂ. સુધીની કમાણી પર બે આના અને ત્રણ પાઇ ટેક્સ ચુકવવો પડતો હતો. 15,001 રૂપિયા અને તેનાથી વધુ ઇનકમ પર ચાર આના ટેક્સના રૂપમાં આપવા પડતા હતા.
આ પણ વાંચોઃ પેપર લીક મામલે હાર્દિકનું સૌથી મોટું નિવેદન, જાણો શું કહ્યું