બજેટ-2023બિઝનેસ

Budget History : જ્યારે ધીરુભાઈ અંબાણીને પણ ચક્કર આવી ગયા હતા, જાણો કેમ આ માટે વીપી સિંહની ગઇ હતી ખુરશી

 1 ફેબ્રુવારીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે જે તેઓનું 5મું બજેટ હશે. બજેટ પર દેશના બધાજ લોકોની નજર હોય છે. અહી એવી કેટલીક જાહેરાત કરવામાં આવે છે જેની ધંધા-વ્યવસાય ઉપર સીધી અસર થાય છે. બજેટમાં મોટાભાગે ઉદ્યોગપતિઓના નફા-નુકસાન જોડાયેલા હોય છે.

કેટલાક નાણા મંત્રી તો મોટા મોટા દિગ્ગજોના માથાનો દુખાવો પણ બની ગયા છે. વિશ્વનાથ પ્રતાપ સિંહ પણ એમાં સામેલ હતા. એ દિવસોમાં રાજીવ ગાંધી સરકારમાં વીપી સિંહ નાણા મંત્રી રહેતા. નાણા મંત્રી રહેતા વીપી સિંહએ એવી વ્યવસ્થા કરી હતી કે રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણી અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પણ ઊંઘ ઉડી ગઈ હતી. એવી નોબત આવી ગઈ કે તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પોતાના નાણા મંત્રીને હટાવવા પડ્યા હતા. આ કિસ્સો ખૂબ જ રસપ્રદ હતો. રાજીવ ગાંધી પછી વીપી સિંહ જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ ધીરુભાઈ અંબાણીથી તેઓની બોલાચાલી ચાલુ રહી હતી.

Budget 2023 - Humdekhengenews

આ વાત 1984ની સામાન્ય ચૂંટણી પછી શરુ થાય છે. ડિસેમ્બર 1984માં થયેલ ચૂંટણી પછી કોઈ વચગાળાનું બજેટ રજુ થયું નથી. 8મી સામાન્ય ચૂંટણી પછી વીપી સિંહએ 1985-86-87નું વાર્ષિક બજેટ રજુ કર્યું હતું. ત્યારે તેઓ રાજીવ ગાંધી સરકારમાં નાણા મંત્રી હતા. રાજીવ ગાંધી લાઇસેંસ રાજમાં અછત ચાહતા હતા. તેઓના આ વિચાર સાકાર કરવાની દિશામાં વીપી સિંહના કદમ ધીરે ધીરે આગળ વધારી રહ્યા હતા.

આ પણ વાંચો : Budget-2023 : આવતીકાલે રજુ કરવામાં આવશે આર્થિક સર્વે,પહેલા થશે સર્વપક્ષીય બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

વીપી સિંહને મજબુરીમાં હટાવવા પડ્યા હતા

જયારે વીપી સિંહ નાણા મંત્રી હતા ત્યારે સોનાની દાણચોરીમાં ઘટાડો થયો હતો. તેઓએ પોતાના સમયમાં સોનાના ટેક્ષમાં કપાત કરી હતી. સાથે જ જપ્ત કરવામાં આવેલ સોનામાંથી કેટલોક ભાગ પોલીસને આપવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ નાણા મંત્રાલયના પ્રવર્તન નિર્દેશાલાયો (Directorate of Enforcement)ને પણ અભૂતપૂર્વ સત્તાઓ આપી હતી. આ અંતર્ગત ઇન્કમ ટેક્ષ વિભાગને ટેક્ષ છુપાવનારની વિરુદ્ધ ખુલીને કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા. તેના પછી ધીરુભાઈ અંબાણી અને અમિતાભ બચ્ચન સહિત ઘણીબધી હાઈપ્રોફાઈલ હસ્તીઓને ત્યાં રેડ પડી હતી. આ વાતથી રાજીવ ગાંધી ખૂબ જ નારાજ થઇ ગયા હતા. તેઓએ મજબુરીમાં વીપી સિંહને ખુરશી પરથી હટાવવા પડ્યા હતા. એની પાછળનું કારણ એ માનવામાં આવે છે કે ઘણી રેડ એ ઉદ્યોગપતિઓ પર પડી જેઓએ ભૂતકાળમાં કોંગ્રેસ સમર્થન આપ્યું હતું.

Budget 2023 - Humdekhengenews

ધીરુભાઈના વીપી સિંહ સાથે ન રહ્યા સારા સંબંધો

આ વાત દરેક વ્યક્તિ જાણતા હતા કે વીપી સિંહ સાથે ધીરુભાઈના સબંધો સારા ન હતા. મે 1985માં વીપી સિંહએ અચાનક પ્યુરિફાઈડ ટેરેપથૈલિક એસીડની આયાત અટકાવી દીધી હતી. જે કાચા માલ તરીકે પોલિએસ્ટર ફિલામેંટ યાર્ન બનાવવા માટે જરૂરી હતું. જેણે રિલાયન્સ માટે ઓપરેશન ચલાવવું કઠિન બનાવી દીધું હતું. ઓપરેશનને ચાલુ રાખવા માટે રિલાયન્સે કઠોર પરિશ્રમ કરવો પડ્યો હતો.

Back to top button