ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ 2025-26: ટેક્સપેયર્સને મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, 12 લાખ સુધીની ઈનકમ પર કોઈ ટેક્સ નહીં લાગે

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: ટેક્સપેયર્સને મોદી સરકારે મોટી ગિફ્ટ આપી છે. હવે 12 લાખ રુપિયાની ઈનકમ પર કોઈ ટેક્સ નહીં લાગે. તો વળી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મર્યાદા પણ 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરી દીધી છે. નાણામંત્રીએ તેને લઈને બજેટ સત્રમાં મોટી જાહેરાત કરી છે.

મધ્યમ વર્ગને મોટી રાહત આપી

મધ્યમ વર્ગને 12 લાખ રુપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ આપવો પડશે નહીં. અત્યાર સુધીમાં તે 7 લાખની મર્યાદા હતી. તેમાં એક સાથે 5 લાખનો વધારો કર્યો અને દર મહિને 1 લાખ કમારાને કોઈ ટેક્સ નહીં લાગે. તેમાં 75 હજાર રુપિયા ટેક્સ ડિડક્શન પણ આપવામાં આવશે.

નાણામંત્રીએ ગત વર્ષે નવા ટેક્સ રિઝીમના સ્લેબમાં પણ ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત 3 લાખ રુપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ 3થી 7 લાખ રુપિયા સુધી 5 ટકાનો ટેક્સ, જ્યારે 7થી 10 લાખ રુપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સ રાખવામાં આવ્યો હતો. તો વળી 10થી 12 લાખ સુધી 15 ટકા અને 12થી 15 લાખ સુધી 20 ટકા ટેક્સ રાખ્યો હતો. 15 લાખથી વધારેની કમાણી પર 30 ટકા ઈન્કમ ટેક્સના દર રાખવામાં આવ્યા હતા.

આવી રીતે વધી ટેક્સ લિમિટ

  • 2005- 1 લાખ રુપિયા
  • 2012- 2 લાખ રુપિયા
  • 2014- 2.5 લાખ રુપિયા
  • 2019- 5 લાખ રુપિયા
  • 2023-7 લાખ રુપિયા
  • 2025- 12 લાખ રુપિયા

આ પણ વાંચો: બજેટ 2025-26માં સરકારે કરી મોટી જાહેરાત,કેન્સરની 36 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે

Back to top button