ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

બજેટ 2025/નવી ટેક્સ સિસ્ટમની દેશમાં લોકપ્રિયતા વધી, શું જૂની ટેક્સ સિસ્ટમ ખતમ થઈ જશે?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં કેટલાય મહત્વના ફેરફારની ઘોષણા કરી છે. પણ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું જૂની ટેક્સ વ્યવસ્થા ખતમ થઈ જશે? આ વખતે બજેટમાં નાણામંત્રીએ જૂની ટેક્સ સિસ્ટમનો કોઈ ઉલ્લેખ નથી કર્યો અને બજેટ દસ્તાવેજ પણ તેના પર મૌન છે. જો કે દસ્તાવેજમાં સ્પષ્ટપણે એ કહેવાયું છે કે, સંશોધિત કર સ્લેબ ફક્ત એ કરદાતાઓ માટે લાગૂ થાય છે, જેમણે નવી કર વ્યવસ્થા અપનાવી છે. આ પગલા બાદ હવે સવાલ એ થઈ રહ્યા છે કે શું ટૂંક સમયમાં જ જૂની કર વ્યવસ્થા ખતમ થઈ જશે.

શું છે જૂની ટેક્સ સિસ્ટમ

જૂની કર વ્યવસ્થા એક એવી સિસ્ટમ છે, જેમાં કરદાતાઓને વિવિધ ટેક્સ છૂટોનો લાભ લેવાનો મોકો મળે છે. તેમાં હાઉસ રેન્ટ અલાઉન્સ, જીવન વીમા પ્રીમિયમ, પબ્લિક પ્રોવિડેંટ ફંડ અને મેડિકલ વીમા જેવી વસ્તુઓ પર છૂટ મળે છે. જૂની કર વ્યવસ્થામાં કરદાતાઓ આ તમામ છૂટોનો દાવો કરી શકે છે. જેનાથી તેમની કર યોગ્ય આવક ઘટે છે અને બાદમાં તેના પર ટેક્સ લગાવામાં આવે છે.

આ વ્યવસ્થા મોટા ભાગે એવા લોકો માટે કામની છે, જે લાંબા ગાળાના રોકાણ કરવાનો પ્લાન બનાવે છે અને જે ટેક્સ બચાવવા માટે વિવિધ પ્રકારની છૂટોનો ફાયદો ઉઠાવે છે. ઉદાહરણ તરીકે 2.5 લાખ રુપિયાની આવક પર કોઈ ટેક્સ હોતો નથી. 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા કર લાગે છે અને 5 લાખથી 10 લાખ રુપિયા સુધીની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે.

નવી ટેક્સ સિસ્ટમનો લાભ

તો વળી 2020માં મોદી સરકારે નવી ટેક્સ સિસ્ટમની શરુઆત કરી હતી. જેમાં મોટા ભાગે છૂટને હટાવી દીધી હતી. પણ ટેક્સ સ્લેબને સંશોધિત કરી હતી. આ વ્યવસ્થામાં કરદાતાઓને કોઈ પણ પ્રકારની છૂટનો લાભ નહોતો મળતો. પણ કર સ્લેબમાં રાહત આપવામાં આવી છે. નવા બજેટમાં નાણામંત્રીએ મધ્યમ વર્ગના ટેક્સપેયર્સ માટે વધારે છૂટની જાહેરાત કરી છે.જેમાં નવી કર વ્યવસ્થાને વધારે આકર્ષક બનાવવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

શું જૂની ટેક્સ વ્યવસ્થા હવે ખતમ થઈ જશે?

નવી કર વ્યવસ્થામાં ટેક્સ સ્લેબને વધારે લચીલું બનાવામાં આવ્યું છે અને હવે જૂના ટેક્સ સ્લેબને ખતમ કરવાની અટકળો વહેતી થઈ છે. ગત વર્ષે ઓગસ્ટમાં સરકારે કહ્યું હતું કે, 2023-24માં દાખલ કરવામાં આવેલા ઈન્કમ ટેક્સ રિટર્નમાંથી 72 ટકાએ નવી ટેક્સ વ્યવસ્થા અપનાવી છે, જ્યારે બાકી 28 ટકાએ જૂની વ્યવસ્થા પસંદ કરી છે. આ આંકડાથી એ સંકેત મળે છે કે ધીમે ધીમે લોકો જૂની વ્યવસ્થામાંથી નવી વ્યવસ્થામાં શિફ્ટ થઈ રહ્યા છે.

હવે બજેટમાં નવી ટેક્સ સિસ્મટ અંતર્ગત છૂટ વધારે મળ્યા બાદ એવી સંભાવના છે કે ટૂંક સમયમાં લોકો જૂની વ્યવસ્થાને ખતમ કરી શકે છે. ખાસ કરીને કેમ કે સરકારે હવે નવી વ્યવસ્થાને ડિફોલ્ટ બનાવી દીધી છે અને કરદાતાઓને જૂની વ્યવસ્થા પસંદ કરવા માટે ખાસ કરીને અરજી કરવાની હોય છે.

જૂની અને નવી કર વ્યવસ્થાની તુલના

આવો સમજીએ બંને વ્યવસ્થાઓમાં કેટલો તફાવત છે. માની લો આપની વાર્ષિક આવક 16 લાખ રુપિયા છે.

તો નવી વ્યવસ્થામાં….

16 લાખ રુપિયામાં 4 લાખ રુપિયા સુધી કર લાગશે નહીં, 4 લાખ રુપિયાથી 8 લાખની વચ્ચે 5 ટકા એટલે કે 20000 રુપિયા ટેક્સ, 8થી 12 લાખ પર 10 ટકા એટલે કે 40,000 રુપિયા ટેક્સ અને 12 લાખથી 16 લાખની વચ્ચે 15 ટકા એટલે કે 60,000 રુપિયા ટેક્સ લાગશે. કૂલ મળીને આપને 1,20,000 રુપિયા ટેક્સ ચુકવવો પડશે. જે પાછલા બજેટની તુલનામાં 50,000 રુપિયા ઓછો છે.

જૂની વ્યવસ્થામાં

જો તમે જૂની વ્યવસ્થા અંતર્ગત 4 લાખની છૂટનો દાવો કરો છો, તો આપની કર યોગ્ય આવક 12 લાખ રુપિયા હશે અને તેના પર જૂના સ્લેબના હિસાબથી 1,72,500 રુપિયાનો ટેક્સ લાગશે. આ ટેક્સ નવી વ્યવસ્થા અનુસાર 52,000 રુપિયા વધારે છે.

શું તમારે જૂની વ્યવસ્થાથી નવી વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવો જોઈએ?

આ સવાલ આપના વ્યક્તિગત નાણાકીય સ્થિતિ અને આપના દ્વારા દાવેદાર છૂટો પર નિર્ભર કરશે. જો આપ જૂની વ્યવસ્થામાં છૂટનો પુરો લાભ ઉઠાવી રહ્યા છો તો નવી વ્યવસ્થા આપના માટે એટલી ફાયદાકારક નહીં થાય. જો કે નવી વ્યવસ્થામાં ટેક્સ સ્લેબને વધારે લચીલું બનાવ્યું છે અને કરદાતાઓને વધારે સગવડ મળશે.

નવી વ્યવસ્થાને ફાયદા અને નુકસાન

નવી કર વ્યવસ્થામાં આપ કોઈ પ્રકારની છૂટનો દાવો કરી શકતા નથી. તમે તમારા રુપિયાને ક્યાંય પણ રોકાણ કરવા માટે સક્ષણ થઈ શકશો અને તેનો ફાયદો એ થશે કે સરકાર પાસે વ્યાજની ચુકવણીનો બોજ રહેશે નહીં. જોકે તેનું એક નકારાત્મક પાસું એ પણ છે કે, તેનાથી સામાજિક સુરક્ષા, જેમ કે મેડિક્લેમ અથવા પીપીએફ જેવી બચત યોજનાઓમાં રોકાણ કરવાની પ્રવૃતિ ઘટી જશે. જે લાંબા ગાળાની સુરક્ષા આપે છે.

આ પણ વાંચો: VIDEO: ઐતિહાસિક બજેટ રજૂ કર્યા બાદ નિર્મલા સીતારમણને શુભકામનાઓ આપવા માટે નેતાઓની લાઈનો લાગી, પીએમ મોદી ખુદ ચાલીને ગયા

Back to top button