ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ 2025-26માં સરકારે કરી મોટી જાહેરાત,કેન્સરની 36 જીવનરક્ષક દવાઓ સસ્તી થશે

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 36 જીવનરક્ષક દવાઓને ડ્યૂટ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલમાં કેન્સર ડે કેયર સેન્ટર બનાવામાં આવશે. કેન્સરની સારવાર માટે આપવામાં આવતી દવાઓ સસ્તી થશે. 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 5 ટકા કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમ્યાન તેમણે જાહેરાત કરી છે કે કેન્સરની 36 દવાઓને સસ્તી કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી ત્રણ વર્ષોમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડેકેયર કેન્સર સેન્ટ સ્થાપિત કરવાની સુવિધા આપશે.

સાથે જ મેડિકલ કોલેજોમાં આગામી 5 વર્ષ દરમ્યાન 75000 નવી મેડિકલ સીટો વધારવામાં આવશે. તેમણે કહ્યું કે, એઆઈ સેન્ટરને પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ ફાળવવામાં આવશે. 2016 બાદ શરુ થયેલ આઈઆઈટીમાં ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવે. જેથી હજારો વિદ્યાર્થીઓને સુવિધા મળી શકે.

આ પણ વાંચો: બજેટ 2025-26: રોજગારના મોરચે મોટી જાહેરાત, આ સેક્ટરમાં 22 લાખ નોકરીઓની જાહેરાત

Back to top button