કૃષિખેતીટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ 2025 : ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટી જાહેરાત, 10 લાખ કરોડનું કરાશે રોકાણ

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી : નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે.  મોદી 3.0નું આ પહેલું સામાન્ય બજેટ છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટી જાહેરાત કરી છે. જેમાં તેમના દ્વારા રૂ.10 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે આ ક્ષેત્રમાં આગામી દિવસોમાં મોટાપાયે રોજગારી વધાવની સંભાવનાઓ જોવા મળશે.

આવકવેરા બિલ લાવવામાં આવશે

આ ઉપરાંત નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન નવા આવકવેરા બિલની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ બિલ આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવશે. આ બિલ લાગુ થયા બાદ આવકવેરો ભરવાનું પણ સરળ બનશે. KYCની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવશે.

આપને જણાવી દઈએ કે સરકાર નવા ટેક્સ પ્રણાલીને શક્ય તેટલો પ્રમોટ કરવા માંગે છે, હાલમાં આવકના માળખામાં સંભવિત ફેરફારોની અટકળો ચાલી રહી હતી. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આવકવેરાના સ્લેબમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે.

તેમની આ જાહેરાતો મધ્યમ વર્ગ અને કામ કરતા લોકો માટે સારા સમાચાર સાબિત થઈ શકે છે. નવા સ્લેબ હેઠળ ટેક્સના દરોમાં પણ કેટલાક સુધારા કરવામાં આવે તેવી અપેક્ષા છે.  જો આમ થશે તો કરદાતાઓ પર ટેક્સનો બોજ ઓછો થશે અને લોકો પાસે વધુ પૈસા બચશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું બજેટ જાહેર કરી રહ્યા છે. તેમણે શરૂઆતમાં જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં કપાસ માટે 5 વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહાર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિહારમાં મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરાઈ છે.

વિપક્ષ હંગામો કરી ગૃહ બહાર નીકળી ગયું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બજેટ સ્પીચ ચાલુ કરતાની સાથે સંસદમાં વિપક્ષો દ્વારા હંગામો શરૂ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ સદનમાંથી વોક આઉટ કર્યું છે.

Back to top button