ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

બજેટ 2025-26: નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના R&D માટે વિશેષ જોગવાઈ

Text To Speech
  • 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત કરવામાં આવશે
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2025: બજેટ 2025-26માં નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના R&D માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2025-2026નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 20,000 કરોડ રૂપિયાના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના સંશોધન અને વિકાસ (R&D) માટે એક પરમાણુ ઊર્જા મિશન સ્થાપિત કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMR કાર્યરત કરવામાં આવશે.

 

કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી સીતારમણે તેમનાં બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 GW પરમાણુ ઊર્જાનો વિકાસ આપણી ઊર્જા જરૂરિયાત માટે જરૂરી છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી માટે પરમાણુ ઊર્જા કાયદા અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી કાયદામાં સુધારા હાથ ધરવામાં આવશે.

શનિવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં એવો પણ પ્રસ્તાવ છે કે રાજ્યોને વીજળી વિતરણ સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી વીજળી કંપનીઓની નાણાકીય સ્થિતિ અને ક્ષમતામાં સુધારો થશે. મંત્રીએ માહિતી આપી કે આ સુધારાઓના આધારે રાજ્યોને GSDPના 0.5 ટકા વધારાનું ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ વીડિયો: નાણાંમંત્રીએ આજે જે સાડી પહેરીને બજેટ રજૂ કર્યું એ તેમને કોણે ભેટ આપી હતી જાણો છો?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button