ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ 2024: શું-શું થશે સસ્તું? નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, અહીં જૂઓ સંપૂર્ણ યાદી

Text To Speech
  • બજેટમાં કઈ વસ્તુઓના ભાવ ઘટશે? નાણામંત્રીએ આ જાહેરાત કરી છે. ચાલો જાણીએ આ યાદીમાં શું છે

દિલ્હી, 23 જુલાઈ: નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તમામની નજર બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થશે તેના પર તકેલી છે. નાણામંત્રીએ બજેટમાં સસ્તી થયેલી વસ્તુઓનું લિસ્ટ જાહેર કર્યું છે, બજેટની જાહેરાત મુજબ જે વસ્તુઓ સસ્તી થવાની છે તે નીચે મુજબ છે. ચાલો જાણીએ કે કઈ કઈ વસ્તુઓનો સમાવે થયો છે.

  • એક્સ-રે મશીનો થશે સસ્તા
  • કેન્સરની દવાઓ થશે સસ્તી
  • મોબાઈલ ફોન થશે સસ્તા
  • મોબાઈલ ચાર્જર પણ થશે સસ્તું
  • મોબાઈલ ફોનના પાર્ટસ પણ થશે સસ્તા
  • સૌર પેનલ થશે સસ્તી
  • સૌર કોષો થશે સસ્તા
  • ઇલેક્ટ્રિક કાર સસ્તી
  • ચામડાના બુટ, ચંપલ, પર્સ થશે સસ્તા
  • સોનું અને ચાંદી થશે સસ્તા
  • પ્લેટિનમથી બનેલો સામાન પણ થશે સસ્તો
  • ઇમ્પોર્ટેડ જ્વેલરી પણ થશે સસ્તી

કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની કરી જાહેરાત

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે (23 જુલાઈ) સામાન્ય બજેટ 2024 રજૂ કરતી વખતે સોના, ચાંદી અને પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ કાપ બાદ આ કિંમતી ધાતુઓ સસ્તી થશે. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે. સરકારની આ જાહેરાત બાદ દેશભરમાં સોના અને કિંમતી ધાતુના ઘરેણાંમાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવશે.

નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત સાતમી વખત સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે પણ તે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25નું બજેટ પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે કિરમજી બોર્ડરવાળી ‘ક્રીમ’ રંગની સિલ્કની સાડી પહેરી છે. બજેટ રજૂ કરતા પહેલા તેમણે પરંપરાગત ‘બ્રિફકેસ’ લઈને અધિકારીઓની તેમની ટીમ સાથે તેમની ઓફિસની બહાર ફોટો માટે પોઝ આપ્યો હતો. ટેબ્લેટને બ્રીફકેસને બદલે સોનાના રંગના રાષ્ટ્રીય પ્રતીક સાથે લાલ કવરની અંદર મૂકવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા બાદ તેઓ સીધા સંસદ પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે બજેટ રજૂ કર્યું છે.

આ પણ વાંચો: બજેટ 2024: ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર સરકારનું ફોકસ, નાણામંત્રીએ કરી મોટી જાહેરાતો

Back to top button